Get The App

વન વિભાગે શાહપુરથી ૩૪ સુરજ કાચબા અને ૧૦૧ સુડા પોપટ છોડાવ્યા

ગેરકાયદે બહારથી લાવી વેપાર થતો હતો

રાજસ્થાન સ્થિત એજન્ટોની મદદથી લાવીને ઉંચી કિંમતે વેચતા હતાઃ પોપટ-કાચબાને વાઇલ્ડ લાઇફ કેરમાં લઇ જવાયા

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
વન વિભાગે  શાહપુરથી  ૩૪ સુરજ કાચબા અને ૧૦૧  સુડા પોપટ  છોડાવ્યા 1 - image

અમદાવાદ, સોમવાર

અમદાવાદ ગ્રામ્ય અને વન વિભાગે થોડા દિવસ પહેલા સુરજ કાચબાના ગેરકાયદે વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે આ કેસના અનુસંધાનમાં વન વિભાગે પોલીસ સાથે મળીને શાહપુરમાં  દરોડો પાડીને ૩૪ સુરજ કાચબા અને ૧૦૧ સુડા પોપટને છોડાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


વન વિભાગે  શાહપુરથી  ૩૪ સુરજ કાચબા અને ૧૦૧  સુડા પોપટ  છોડાવ્યા 2 - imageઅમદાવાદ ગ્રામ્ય પોલીસ અને વન વિભાગે થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ  પરથી ગેરકાયદે સુરજ કાબચાનું વેચાણ કરતી ગેંગના ત્રણ સાગરિતોને ઝડપીને મોટા પ્રમાણમાં સુરજ કાચબાને રેસક્યુ કર્યા હતા.

વન વિભાગે  શાહપુરથી  ૩૪ સુરજ કાચબા અને ૧૦૧  સુડા પોપટ  છોડાવ્યા 3 - imageઆ કેસની તપાસ દરમિયાન વન વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી કે શાહપુરમાં કીડી પાળાની પોળ અને ગુંદી ચોકમાં કેટલાંક લોકો પોપટ અને સુરજ કાબચાનુ વેચાણ કરે છે. જેના આધારે દરોડો પાડીને કીડા પાળાની પોળમાંથી  ૩૪ સુરજ કાચબા અને ગુંદી ચોકમાંથી  ૧૦૧ સુડા  પોપટને છોડાવીને વેપારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે સુરજ કાચબા શેડયુલ -૧ અને સુડા પોપટ શેડયુલ-૨ની કેટેગરીમાં આવે છે. તમામ કાચબા અને પોપટને હાલ બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં મોકલી અપાયા છે.