Sabarmati Riverfront Flower Show: અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનારા પ્રખ્યાત 'ફ્લાવર શો'ને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ વર્ષે ફ્લાવર શોની ટિકિટના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ સામાન્ય ટિકિટમાં ₹10નો વધારો થયો છે, જ્યારે ભીડથી બચવા માંગતા લોકો માટે 'પ્રાઈમ સ્લોટ'ની વ્યવસ્થા પણ યથાવત રખાઈ છે.
ફ્લાવર શોની ટિકિટના ભાવ વધ્યા
અમદાવાદમાં ફ્લાવર શોની ટિકિટના ભાવ વધ્યા છે. સામાન્ય દિવસોમાં ટિકિટના ભાવ 80 રૂપિયા શનિ-રવિમાં એટલે રજાના દિવસોમાં ટિકીટનો ભાવ 100 રૂપિયા કરાવયો છે. ગત વર્ષ કરતા 10 રૂપિયા મોઘી છે. ટિકિટ પ્રાઈમ સ્લોટની ટિકીટનો ભાવ 500 રૂપિયા છે.
સવારે 9થી 10 અને રાત્રે 10 થી 11 પ્રાઈમ સ્લોટ
ઉલ્લેખનીય છે કે આ ભાવ 12 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકો માટે નથી તેઓ મફતમાં ફ્લાવર શોની મજા માણી શકશે સાથે એએમસી સંચાલિત શાળાઓના વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં અને અન્ય શાળાના વિદ્યાર્થીઓ માટે ટિકિટનો દર 10 રૂપિયા નક્કી કરાયો છે. સાથે સૈનિક અને દિવ્યાંગો ફ્લાવર શોમાં ફ્રીમાં એન્ટ્રી કરી શકશે આ ઉપરાંત ગત વર્ષના જેમ આ વર્ષે પણ સવારે 9થી 10 અને રાત્રે 10 થી 11 પ્રાઈમ સ્લોટ રાખવામાં આવ્યો છે. જેમાં લોકો ભીડભાળ વગર ફ્લાવર શો માણી શકશે જેની ટિકિટ 500 રૂપિયા રાખવામાં આવી છે.
શનિ રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાનો દર
AMCના જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે, 12 વર્ષથી ઉપરના માટે 80 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે શનિ રવિ અને જાહેર રજાના દિવસે 100 રૂપિયાનો દર રાખવામાં આવ્યો છે આ ઉપરાંત અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે એએમસી સિવાયના જે સ્કૂલો છે એના બાળકો માટે સોમથી શુક્રવાર સવારે નવથી એક દરમિયાન 10 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે પ્રાઈમ સ્લોટ જે ગત વર્ષે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો તો એને આ વખતે યથાવત રાખ્યો છે.
મુખ્ય આકર્ષણ અને આયોજન
દર વર્ષે લાખોની સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા ઉમટી પડે છે. આ વર્ષે પણ વિવિધ આકારો અને વિદેશી ફૂલોના આકર્ષણ જોવા મળશે. જોકે, ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક ભાર વધશે તેવું મનાઈ રહ્યું છે.


