Gujarat

પ્રથમ વરસાદમાં AMCની ખુલી પોલ : કોન્ટ્રાક્ટરનું નબળું કામ, જોધપુર પાસે રસ્તામાં ફસાયો ટ્રક

By GS TEAM
2 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદના આગમનની સાથે જ પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે. શહેરના જોધપુર વિસ્તાર પાસેથી પસાર થઈ રહેલો એક મોટો ટ્રક અચાનક રસ્તાની વચ્ચે જ ફસાઈ જતાં વાહનચાલકોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રથમ વરસાદમાં AMCની ખુલી પોલ : કોન્ટ્રાક્ટરનું નબળું કામ, જોધપુર પાસે રસ્તામાં ફસાયો ટ્રક

Ahmedabad Jodhpur Road Damage : અમદાવાદ શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદના આગમનની સાથે જ પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે. શહેરના જોધપુર વિસ્તાર પાસેથી પસાર થઈ રહેલો એક મોટો ટ્રક અચાનક રસ્તાની વચ્ચે જ ફસાઈ જતાં વાહનચાલકોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

થોડા દિવસ પહેલાં થયેલું સમારકામ વરસાદમાં ધોવાયું

મળતી માહિતી મુજબ, જોધપુર વિસ્તારના જે મુખ્ય માર્ગ પર આ ઘટના બની, ત્યાં થોડા દિવસ પૂર્વે જ તંત્ર દ્વારા સમારકામનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. કામગીરી પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરે યોગ્ય મજબૂતીકરણ કર્યા વિના જ અત્યંત કાચું કામ કરીને આ રસ્તો વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દીધો હતો. પ્રથમ વરસાદમાં જ રસ્તો ભીનો થતાં અને જમીન પોચી પડતાં, ત્યાંથી પસાર થતો ભારેભરખમ ટ્રક કાદવ અને બેસી ગયેલા રોડમાં ઊંડે સુધી ખૂંપી ગયો હતો.

ડાયવર્ઝનવાળા સ્પોટ પર જ મુશ્કેલી વધી

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, થોડા દિવસ પહેલા જ આ જગ્યાએ કામ ચાલુ હોવાના કારણે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ડાયવર્ઝન પૂરું થયા બાદ લોકોને આશા હતી કે, રસ્તો સારો બની ગયો છે, પરંતુ પ્રથમ વરસાદે જ કોન્ટ્રાક્ટરના લોલંલોલ કામની પોલ ખોલી નાખી છે. રસ્તાઓ પર આવા જીવલેણ ખાડા અને ભુવા પડવાના કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તાઓની આ દયનીય સ્થિતિ જોઈને નાગરિકો હવે સોશિયલ મીડિયા પર પણ તંત્રની આકરી ટીકા કરી રહ્યા છે.