અમદાવાદના એકા ક્લબમાં સ્વિમિંગ પૂલની દિવાલ તૂટતાં દોડધામ મચી, યુદ્ધના ધોરણે એક્ઝિબિશન હોલ ખાલી કરાયો
Swimming Poool Wall Collape in Ahmedabad: અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાને હજુ સુધી એક મહિનો પણ પુરો થયો નથી ત્યાં તો અમદાવાદના એકા ક્લબ ખાતે સ્વિમિંગ પુલની દિવાલમાં તિરાડ પડતાં અફરાતફરી મચી જવા પામી હતી. એકા ક્લબ ખાતે આયુષ ઇન્ડિયાનું એક્ઝિબિશન ચાલુ રહ્યું હતું. તે દરમિયાન છત પર આવેલા સ્વિમિંગની દિવાલ તૂટી પડતાં પાણી લીકેજ થવા લાગ્યું હતું. જેથી ઘટનાસ્થળે હાજર લોકોમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઇ છે. હાલ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા એક્કા ક્લબ ખાતે ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત આયુષ ઇન્ડિયા પ્રદર્શનની પાંચમી એડિશન ચાલી રહી હતી, ત્યારે સ્વિમિંગ પૂલની દિવાલમાં તિરાડ પડી હતી. છત્તીસગઢના મંત્રી પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા તે દરમિયાન અચાનક દિવાલ તૂટવાનો અવાજ આવ્યો હતો અને ધડધડ પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. એક્ઝિબિશન કાર્યક્રમમાં અચાનક બનેલી ઘટનાને કારણે લોકોએ નાસભાગ શરૂ કરી દીધી છે. થોડીવારના અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છત ઉપર આવેલા સ્વિમિંગ પૂલની દિવાલ તૂટતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો અને એકા ક્લબની બહાર આવેલા શોરૂમના શટર બંધ કરી હતા.

તો બીજી તરફ તાત્કાલિક સ્વિમિંગ પૂલનું પાણી ખાલી કરી નાખી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કેટલાક લોકોને સામાન્ય ઇજા પહોંચી છે પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઇ છે.


