Gujarat

અમદાવાદ-ઢસા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, બે યુવકના ઘટનાસ્થળે મોત, એક ગંભીર

By GS TEAM
24 Dec 20252 mins read
TukuTouch Logo
ગઢડા તાલુકાના ઢસા-અમદાવાદ હાઈવે પર મંગળવારે (23 ડિસેમ્બર) મધરાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવકોનું મોત નીપજ્યું છે. પૂરપાટ ઝડપે દોડતી ટ્રકે સામેથી આવતી સ્વિફ્ટ કારને અડફેટે લેતા કારનું પડીકું વળી ગયું હતું અને તેમાં સવાર અમદાવાદના બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા થતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ-ઢસા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, બે યુવકના ઘટનાસ્થળે મોત, એક ગંભીર

Accident: ગઢડા તાલુકાના ઢસા-અમદાવાદ હાઈવે પર મંગળવારે (23 ડિસેમ્બર) મધરાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવકોનું મોત નીપજ્યું છે. પૂરપાટ ઝડપે દોડતી ટ્રકે સામેથી આવતી સ્વિફ્ટ કારને અડફેટે લેતા કારનું પડીકું વળી ગયું હતું અને તેમાં સવાર અમદાવાદના બે યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા થતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદના બાપુનગરમાં મર્ડર-આત્મહત્યાની ચોંકાવનારી ઘટના, પતિ-પત્નીના ઘરકંકાસનો લોહિયાળ અંત

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર (GJ 27 CM 6574)માં ત્રણ યુવકો સવાર થઈને ઢસાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, મધરાતે ઢસા નજીક ગઢડા રોડ પર સામેથી આવતી ટ્રક (RJ 07 GE 4791) સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતનો ધડાકો સાંભળી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે, કારમાં સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જેમની ઓળખ 37 વર્ષીય હાર્દિક ઠક્કર અને 39 વર્ષીય જીમીત રાજાણી તરીકે થઈ છે. કારમાં સવાર ત્રીજા યુવક, પુનિત ઠક્કરને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્રણેય યુવકો અમદાવાદના હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ હવે દસ્તાવેજની કિંમત 30-40% વધશે, મિલકત ખરીદનારે રોડ-કોમન પ્લોટ પર સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડશે

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં ફસાયેલા મૃતદેહોને ક્રેઈન અને સ્થાનિકોની મદદથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ઢસાની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.