Get The App

નેશનલ સ્કૂલ મામલે આખરે તંત્ર એક્શનમાં, મારામારી મુદ્દે રિપોર્ટ માંગ્યો; સંચાલકે બાઉન્સરો ભાડે રાખ્યા

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
નેશનલ સ્કૂલ મામલે આખરે તંત્ર એક્શનમાં, મારામારી મુદ્દે રિપોર્ટ માંગ્યો; સંચાલકે બાઉન્સરો ભાડે રાખ્યા 1 - image


Ahmedabad News: અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી 'ધ નેશનલ સ્કૂલ'ના વિદ્યાર્થીઓ વચ્ચે સ્કૂલની બહાર થયેલી મારામારીની ઘટનાએ ચકચાર મચાવી છે. આ મામલે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા સ્કૂલ સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. બીજી તરફ, વિદ્યાર્થી સંગઠનોના વિરોધના ડરે ગ્રાન્ટેડ સ્કૂલના સંચાલકો બાઉન્સરોના કાફલા સાથે જોવા મળ્યા હતા.

સ્કૂલમાં પહેલા મારામારીની આવી કોઈ ઘટના બની હતી કે કેમ તેની તપાસ થશે

સેવન્થ ડે સ્કૂલમાં થયેલી હોબાળાની ઘટના બાદ DEOએ તમામ શાળાઓને 'સ્કૂલ સેફ્ટી પોલિસી' અને 'શિસ્ત સમિતિ'ની રચના કરવા આદેશ આપ્યો હતો. નેશનલ સ્કૂલમાં બનેલી ઘટનાને પગલે DEOએ લેખિતમાં જવાબ માંગ્યો છે.

•શિસ્ત સમિતિની રચના: સ્કૂલમાં શિસ્ત સમિતિ અસ્તિત્વમાં છે કે કેમ? જો હા, તો આ કિસ્સામાં શું કાર્યવાહી કરવામાં આવી?

•વિદ્યાર્થીઓનો ઈતિહાસ: 19મી જાન્યુઆરીની મારામારી પહેલાં શું આ વિદ્યાર્થીઓ અગાઉ કોઈ ગેરશિસ્તની ઘટનામાં સામેલ હતા?

•સ્કૂલની કાર્યવાહી: અગાઉ કોઈ આવી ઘટના બની હોય તો સ્કૂલ સ્તરે કયા સુધારાત્મક પગલાં લેવાયા હતા?

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનું કડક અવલોકન: ત્રાસ આપતા પતિની સજા માફ, આશરો ન આપનાર માતા-પિતા ગુનાને પાત્ર

બાઉન્સરોના પહેરા વચ્ચે ગ્રાન્ટેડ સ્કૂલ

વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારી બાદ ABVPના કાર્યકરોએ સ્કૂલ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સેવન્થ ડે સ્કૂલ જેવી તોડફોડની બીકે નેશનલ સ્કૂલના સંચાલકો બાઉન્સરોની સુરક્ષા વચ્ચે ફરતા જોવા મળ્યા હતા. એક ગ્રાન્ટેડ શાળામાં આ પ્રકારનો બાઉન્સર કલ્ચર જોઈને વાલીઓ અને શિક્ષણ જગતમાં આશ્ચર્ય ફેલાયું છે.

તમામ શાળાઓ માટે નવી ગાઈડલાઈન જાહેર

આ ઘટનામાંથી બોધપાઠ લઈને અમદાવાદ શહેર DEO દ્વારા શહેરની તમામ શાળાઓ માટે કડક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં પ્રવેશ કરે અને છૂટે ત્યારે તેમના વર્તનનું સતત નિરીક્ષણ કરવું. જો કોઈ બાળકના વર્તનમાં અસામાન્ય ફેરફાર કે આક્રમકતા જણાય, તો તુરંત જ તેનું કાઉન્સેલિંગ કરવું. શિસ્ત બાબતે કે શિક્ષકોની ગેરહાજરીમાં થતી અનિચ્છનીય ઘટનાઓ અંગે તાત્કાલિક DEO કચેરીને જાણ કરવી.