Gujarat

હોસ્પિટલનું બહાનું અને એરોપ્લેન મોડની ટ્રીક, અમદાવાદમાં ડિજિટલ ગઠિયાઓએ બે વૃદ્ધોને બનાવ્યા ભોગ

By GS TEAM
30 May 20261 min read
TukuTouch Logo
સાયબર ગઠિયાઓ નવી નવી યુક્તિઓ અપનાવીને ઓનલાઈન ઠગાઈ કરી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં બે સિનિયર સિટીઝન સાથે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા સામે આવ્યા છે. જેમાં એક સિનિયર સિટીઝનને પોતાના કારીગર તરીકેની ખોટી ઓળખ આપી, હોસ્પિટલમાં સારવારના બહાને રૂપિયા 20,000 પડાવ્યા હતા. જ્યારે બીજા બનાવમાં એક સિનિયર સિટીઝનનો મોબાઈલ હેક કરીને તેમના બેંક ખાતામાંથી રૂપિયા 60,000 સેરવી લીધા હતા. આ બંને બનાવ અંગે એરપોર્ટ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હોસ્પિટલનું બહાનું અને એરોપ્લેન મોડની ટ્રીક, અમદાવાદમાં ડિજિટલ ગઠિયાઓએ બે વૃદ્ધોને બનાવ્યા ભોગ

Cyber Fraud Ahmedabad: સાયબર ગઠિયાઓ નવી નવી યુક્તિઓ અપનાવીને ઓનલાઈન ઠગાઈ કરી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં બે સિનિયર સિટીઝન સાથે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા સામે આવ્યા છે. જેમાં એક સિનિયર સિટીઝનને પોતાના કારીગર તરીકેની ખોટી ઓળખ આપી, હોસ્પિટલમાં સારવારના બહાને રૂપિયા 20,000 પડાવ્યા હતા. જ્યારે બીજા બનાવમાં એક સિનિયર સિટીઝનનો મોબાઈલ હેક કરીને તેમના બેંક ખાતામાંથી રૂપિયા 60,000 સેરવી લીધા હતા. આ બંને બનાવ અંગે એરપોર્ટ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સરદારનગરમાં રહેતા એક યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેમના પિતા કડિયાકામ કરે છે. 24/05/2026ના રોજ તેમના મોબાઈલ પર એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે પોતે કારીગર હોવાની ઓળખાણ આપી હતી અને હોસ્પિટલના કામ માટે તાત્કાલિક રૂપિયાની જરૂર હોવાનું કહી તેમની પાસેથી ઓનલાઈન રૂપિયા 20,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા.

બીજા બનાવમાં, સરદારનગરમાં જ રહેતા એક વેપારીના મોબાઈલ પર 29/03/2026ના રોજ OTP (વન ટાઈમ પાસવર્ડ)ના અનેક મેસેજ આવ્યા હતા. તેમણે મોબાઈલ ચેક કર્યો ત્યારે ફોન આપોઆપ 'એરોપ્લેન મોડ' પર મુકાઈ ગયો હતો. બીજા દિવસે સવારે મોબાઈલ ચાલુ કરતાં જાણવા મળ્યું કે સાયબર ગઠિયાએ તેમનો ફોન હેક કરીને બેંક ખાતામાંથી રૂપિયા 60,000 ઉપાડી લીધા હતા.