Gujarat

35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, 'શબનમ'નું હાડપિંજર શોધવા ખોદકામ

By GS TEAM
29 Apr 20262 mins read
TukuTouch Logo
શહેરના વટવા વિસ્તારમાં આવેલા કુતુબ નગરમાં આજે ક્રાઈમ બ્રાન્ચના કાફલાએ ધામા નાખ્યા છે. 1992માં થયેલી એક યુવતીની કથિત હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે જેસીબી (JCB) મશીનો વડે ખોદકામ શરૂ કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

35 વર્ષ જૂની હત્યાનું રહસ્ય ખૂલશે? અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, 'શબનમ'નું હાડપિંજર શોધવા ખોદકામ

Farzana alias Shabnam Murder Case: વટવાના કુતુબનગરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે ખોદકામ ચાલી રહ્યું છે, તેમાં એક પછી એક ચોંકાવનારા રહસ્યો બહાર આવી રહ્યા છે. 1992માં રહસ્યમય રીતે ગુમ થયેલી ફરઝાના ઉર્ફે શબ્નમ નામની યુવતીની તેના જ પ્રેમીએ હત્યા કરી હોવાની આશંકા પ્રબળ બની છે.

એક્સ્ટ્રા મેરિટલ અફેર અને કરુણ અંજામ

ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હત્યા પાછળ 'ક્રાઈમ ઓફ પેશન' એટલે કે પ્રેમ સંબંધ કારણભૂત હતો. આ કેસનો મુખ્ય આરોપી શમશુદ્દીન હોવાનું મનાય છે, જેની સાથે ફરઝાનાને લગ્નેતર સંબંધો હતા. અંગત વિવાદ અને તકરાર વધતા શમશુદ્દીને ફરઝાનાની હત્યા કરી નાખી હતી. ગુનાના પુરાવાનો નાશ કરવા માટે તેણે લાશને પોતાના જ ઘરના કૂવામાં દાટી દીધી હતી.

મૃતકના કંકાળના અવશેષ મળી આવ્યા

ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ એ જણાવ્યું કે, આ ઘટના અંગે બાતમી મળ્યા બાદ સવારે 8 વાગ્યાથી અમે JCBથી અહીં ખોદકામ ચાલુ કર્યું હતું. અંદાજે 20 ઊંડે ખોદ્યા પછી હાથ પગ ખોપરી દાંત અને દાઢ સહિતના મૃતકના કંકાળના અવશેષ મળી આવ્યા છે. જેની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવશે.

ખૂની ખેલનો મુખ્ય સૂત્રધાર પણ હવે મૃત!

આ કેસમાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે, મુખ્ય આરોપી શમશુદ્દીન પણ હવે આ દુનિયામાં નથી. જોકે, ક્રાઈમ બ્રાન્ચ હાલ તેવા શખ્સોની પૂછપરછ કરી રહી છે જેમણે લાશને છુપાવવામાં શમશુદ્દીનની મદદ કરી હોય અથવા જેઓ આ ઘટનાના પ્રત્યક્ષદર્શી હોય. હાલ તો ક્રાઇમબ્રાંચે અટપટા કેસની તપાસ શરૂ કરતા સમગ્ર વટવામાં ભારે કુતુહલ વ્યાપ્યું છે.

ભૂતના ડરે વર્ષો જૂનું પાપ બહાર આવ્યું

આટલા વર્ષો સુધી આ રહસ્ય અકબંધ રહ્યું હોત, જો શમશુદ્દીનના પરિવારને ફરઝાનાના ભાસ ન થયા હોત. પરિવારજનોએ દાવો કર્યો હતો કે, તેમને વારંવાર મૃતક યુવતી દેખાય છે અને તેઓ ભારે માનસિક તણાવમાં જીવી રહ્યા હતા. આ ભયના કારણે જ તેમણે તાંત્રિક વિધિઓનો સહારો લીધો અને અંતે આ રહસ્ય પોલીસ સુધી પહોંચ્યું.

ક્રાઈમ બ્રાન્ચની તપાસ તેજ

હાલમાં ક્રાઈમ બ્રાન્ચ કેટલાક સહ-આરોપીઓ અને સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે. વટવા ખાતે જમીનમાં દટાયેલા અવશેષો મળી આવે તો ફોરેન્સિક તપાસ (DNA) દ્વારા ફરઝાનાની ઓળખ કરવામાં આવશે. 34 વર્ષ જૂના આ કેસે ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાના હાથ ગમે તેટલા લાંબા હોય, પણ કુદરતનો ન્યાય તેનાથી પણ અનોખો હોય છે.