Gujarat

2 દેશી તમંચા- 3 પિસ્તોલ અને કારતુસ સાથે બે આરોપીઓ ઝડપાયા

By GS TEAM
1 Oct 20251 min read
2 દેશી તમંચા- 3 પિસ્તોલ અને કારતુસ સાથે બે આરોપીઓ ઝડપાયા

અમદાવાદ, બુધવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે હત્યા, લૂંટ અને અન્ય ગંભીર ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ હાલ બહારથી હથિયાર લાવીને મોટી ગુનાહિત પ્રવૃતિને આચરવાના છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આઇ એન ઘાસુરા અને તેમના સ્ટાફે વોચ ગોઠવીને મોહંમદરાશીદ મન્સુરી (રહે. કાનપુર, ઉત્તરપ્રદેશ) અને અબ્લુદ રફીક શેખ (રહે.નુરનગર સોસાયટીદાણીલીમડા)ને ઝડપીને દેશી બનાવટના બે તંમચા , ત્રણ પિસ્તોલ અને ચાર કારતુસ જપ્ત કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ  બંને આરોપીઓ સાથે રેહાન અંસારી પણ સંડોવાયેલો હતો.

આ તમામ આરોપીઓ એનડીપીએસ, હત્યા,  ફાયરીંગ,  એક્સપ્લોઝીવ સબસ્ટન્ટ એક્ટ અને  રાયોટીંગ સહિતના ગંભીર ગુનામાં સંડોવેયાલા હતા.  ઝડપાયેલો આરોપી મોહંમદરાશીદ ઉર્ફે ટીપુ મન્સુરી જાન્યુઆરી 2013માં ઉત્તરપ્રદેશના કાનપુરના કર્નલગંજ પોલીસ સ્ટેશનની હદમાં ચરસના મોટા જથ્થા સાથે ઝડપી લેવાયો હતો. આ ઉપરાંત, દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ, આર્મસ એક્ટના ગુનામાં, ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના હત્યા, એન્ટી સોશિયલ એક્ટ તેમજ આર્મસ એક્ટના ગુના સંડોવાયેલો છે . જ્યારે અબ્દુલ રફીકની રાણીપ, દાણીલીમડા, વટવા પોલીસ સ્ટેશનના વિવિઘ ગુનામાં સંડોવણી હતી.ત્યારે આરોપીઓ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના ઘડતા હોવાની માહિતીને આધારે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.