કેન્દ્ર સરકારની મંજૂરી મળતા ક્રાઇમબ્રાંચ ૨૧૦ બાંગ્લાદેશીઓને આગામી પાંચ દિવસમાં ડીપોર્ટ કરાશે
ચંડોળા તળાવથી સૌથી વધુ ૧૯૮ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતાઃ ટ્રેનમાં બોર્ડર પર લઇ જવાની તૈયારીઓ કરાઇ
અમદાવાદ,શનિવાર
ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ક્રાઇમબ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૧૯૮ બાંગ્લાદેશીઓ તેમજ અન્ય શહેરોથી ઝડપાયેલા બાગ્લાદેશીઓ મળીને કુલ ૨૧૦ બાંગ્લાદેશીઓને તેમના દેશમાં ડીપોર્ટ કરવાની પરવાનગી મળતા આગામી પાંચ દિવસમાં તેમને બાંગ્લાદેશ-ભારત બોર્ડર લઇ તેમના દેશમાં પરત મોકલવામાં આવશે. આ માટે ક્રાઇમબ્રાંચ તમામને ટ્રેનમાં લઇ જશે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફે ચંડોળા તળાવની આસપાસમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે કરેલા સૌથી મોટા ઓપરેશનમાં ૮૯૦ શંકાસ્પદ લોકો ઝડપાયા હતા. જેમાં ૧૯૮ લોકો બાંગ્લાદેશી હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં મળી હતી. જ્યારે અન્ય લોકો પાસેથી શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા હતા. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ ૧૯૮
ઉપરાંત, અન્ય
અમદાવાદના અન્ય વિસ્તારમાંથી ઝડપાયેલા ૈ બાંગ્લાદેશીઓ સહિત કુલ ૨૧૦ બાંગ્લાદેશીઓની
યાદી બનાવીને તમામને ડીપોર્ટ કરવા માટે ક્રાઇમબ્રાંચે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી
હતી. જેની મંજૂરી મળતા આગામી પાંચ દિવસમાં તમામને ટ્રેન મારફતે ભારત-બાંગ્લાદેશ
બોર્ડર મોકલીને સેનાને હવાલે કરીને તેમના દેશમાં પરત મોકલવામાં આવશે.