Gujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અજમેર ટ્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓની કરી ધરપકડ

By GS TEAM
27 Aug 20252 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અજમેરમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસમાં મોટી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ એ જ સનસનાટીપૂર્ણ કેસ છે જેમાં માત્ર 5 રૂપિયાના વિવાદમાં ત્રણ લોકોની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અજમેર ટ્રિપલ મર્ડર કેસમાં વોન્ટેડ ત્રણ આરોપીઓની કરી ધરપકડ

Ajmer Triple Murder Case : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અજમેરમાં થયેલા ટ્રિપલ મર્ડર કેસમાં મોટી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ એ જ સનસનાટીપૂર્ણ કેસ છે જેમાં માત્ર 5 રૂપિયાના વિવાદમાં ત્રણ લોકોની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસ અજમેરના રામગંજ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો. તપાસકર્તાઓએ જણાવ્યું કે આ ઘટના કુરેશી સમુદાય વચ્ચે ચિકનની કિંમતોને લઈને થયેલી હિંસક અથડામણના કારણે બની હતી, જેને લઇને વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા ચાલી રહી હતી.

શું હતો સમગ્ર મામલો?

15 જુલાઈએ રામગંજ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના ખાનપુરામાં મુસ્લિમ સમુદાયના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઝઘડો પાકીઝા મીટ શોપ પર જૂની અદાવતને કારણે શરૂ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં બંને પક્ષોએ તીક્ષ્ણ હથિયારો અને અન્ય શસ્ત્રોનો ઉપયોગ કર્યો.

આ હુમલામાં દસ લોકો ઘાયલ થયા હતા અને ઇમરાન, શાહનવાઝ અને ગુલામ કુરેશી નામના ત્રણ વ્યક્તિઓને હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ દમ તોડ્યો હતો. સલમાન, શાહરૂખ અને ઈરફાન સહિત અન્ય કેટલાકને ગંભીર ઈજાઓ થઈ હતી. તમામ ઘાયલોને અજમેરની જવાહરલાલ નેહરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી બેની હાલત હજુ પણ ગંભીર છે.

ઘટના બાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા અને અનેક આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તણાવના કારણે સમગ્ર વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને અધિકારીઓએ રહેવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યાઓ હરીફ જૂથો વચ્ચેની જૂની દુશ્મનીના કારણે થઈ હતી.

ગુપ્ત માહિતીના આધારે અમદાવાદમાંથી ધરપકડ

હત્યાકાંડ બાદ કેટલાક શંકાસ્પદો ધરપકડથી બચવા માટે અજમેરથી ભાગી ગયા હતા. કેટલાક આરોપીઓએ અમદાવાદમાં આશ્રય લીધો હોવાની ગુપ્ત માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચે સર્વેલન્સ ગોઠવ્યું અને વોન્ટેડ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓની ઓળખ સલમાન અબ્દુલઅલી કુરેશી (29), અલ્લારખા અબ્દુલઅલી કુરેશી (25), અને અવેશ અબ્દુલઅલી કુરેશી (20) તરીકે થઈ છે. જેઓ અજમેરના દિગ્ગી બજારમાં આવેલા શૌર્યવાન મોહલ્લાના રહેવાસી છે. ત્યારબાદ ત્રણેયને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે રામગંજ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે ફરાર અન્ય આરોપીઓને શોધવાના પ્રયાસો ચાલુ છે. ક્રાઈમ બ્રાંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 'સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી થાય તે માટે અમે અજમેર પોલીસને તમામ સહકાર આપી રહ્યા છીએ.'