Gujarat
પરિણીત છતાં બીજા લગ્ન કરનાર પતિને માસિક ₹50,000 ભરણપોષણ ચૂકવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો આદેશ
By GS TEAM
1 Jun 20262 mins read
પ્રથમ લગ્ન હયાત હોવા છતાં પત્નીને તરછોડી બીજી સ્ત્રી સાથે લગ્ન કરનાર વીમા કંપનીના કર્મચારી પતિને અમદાવાદ ગ્રામ્યની કોર્ટે ઘરેલુ હિંસાના કેસમાં દર મહિને તરછોડેલી પહેલી પત્ની, સગીર બાળકીના ભરણપોષણ અને વૈકલ્પિક ઘરના ભાડા સહિત કુલ રૂ. 50,000 ચૂકવવાનો આદેશ કર્યો છે. સાથે જ પતિ અને બીજી પત્નીને પહેલી પત્ની પ્રત્યે કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક હિંસા ન આચરવાનો પણ કડક આદેશ કર્યો હતો.
00:00
01:57
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: પ્રથમ લગ્ન હયાત હોવા છતાં પત્નીને તરછોડી બીજી સ્ત્રી સાથે લગ્ન કરનાર વીમા કંપનીના કર્મચારી પતિને અમદાવાદ ગ્રામ્યની કોર્ટે ઘરેલુ હિંસાના કેસમાં દર મહિને તરછોડેલી પહેલી પત્ની, સગીર બાળકીના ભરણપોષણ અને વૈકલ્પિક ઘરના ભાડા સહિત કુલ રૂ. 50,000 ચૂકવવાનો આદેશ કર્યો છે. સાથે જ પતિ અને બીજી પત્નીને પહેલી પત્ની પ્રત્યે કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક હિંસા ન આચરવાનો પણ કડક આદેશ કર્યો હતો.
અમદાવાદ (ગ્રામ્ય)ના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌરવ બલદેવ સિયાગે દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ (ડી.વી. એક્ટ, 2005)ના એક કેસમાં અરજદાર પીડિતાની તરફેણમાં કરેલા હુકમ દરમિયાનની કાનૂની લડાઈમાં અરજદાર પક્ષ તરફથી વકીલ સલીમ આઈ. સૈયદ દ્વારા ધારદાર રજૂઆતો, મજબૂત પુરાવાઓ અને દલીલો રજૂ કરવામાં આવ્યા હતા. જેને કોર્ટે માન્ય રાખ્યા છે.
પત્ની હોવા છતાં પતિએ અન્ય સ્ત્રી સાથે કર્યા બીજા લગ્ન
કેસની વિગતો અનુસાર, ઇન્શ્યોરન્સ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત સામાવાળા (પતિ)એ અરજદાર સાથેના પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કોઈ પણ વ્યાજબી કારણ વિના પીડિતાને તરછોડી દીધી હતી અને અન્ય સ્ત્રી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને કોર્ટે પતિ અને તેની બીજી પત્નીને શારીરિક, માનસિક કે આર્થિક કોઈપણ પ્રકારની ઘરેલુ હિંસા આચરવા સામે સખત મનાઈ ફરમાવી છે.
પત્ની-સગીર બાળકીના ભરણપોષણ માટે દર મહિને રૂ.50,000 ચૂકવવાનો આદેશ
અદાલતે પીડિત પત્ની અને સગીર બાળકીના હિતમાં આદેશ આપતા જણાવ્યું છે કે, પતિએ અરજદારને ભરણપોષણ તથા વૈકલ્પિક આવાસના ભાડા પેટે સંયુક્ત રીતે દર મહિને કુલ રૂ.50,000 ચૂકવવા પડશે. આ રકમમાં રૂ.15,000 વૈકલ્પિક રહેઠાણના ભાડા પેટે અને બાકીની રકમ સગીર બાળકી તથા પત્નીના ભરણપોષણ માટે નક્કી કરવામાં આવી છે. આ માસિક રકમ દર મહિનાની 10મી તારીખ પહેલાં સીધી જ પત્નીના બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે.
આ ઉપરાંત કોર્ટે બાળકીની શારીરિક અને કાનૂની કસ્ટડી માતા પાસે જ રાખવાનો આદેશ આપ્યો છે. જ્યારે સસરા અને નણંદ વિરુદ્ધ પૂરતા પુરાવા ન હોવાથી તેમની સામેની અરજી રદ કરાઈ છે. કોર્ટે પતિને કાનૂની કાર્યવાહીના ખર્ચ પેટે અલગથી રૂ.10,000 ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.