Get The App

અમદાવાદ : યુવતીને જાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારાને કોર્ટે 10 વર્ષની સજા અને લાખોનો દંડ ફટકાર્યો

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ : યુવતીને જાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારાને કોર્ટે 10 વર્ષની સજા અને લાખોનો દંડ ફટકાર્યો 1 - image


Ahmedabad News: અમદાવાદના નરોડા વિસ્તારમાં એક યુવતીને કુંવારા હોવાનું જણાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી.  ત્યારબાદ તેના પર અવાર નવાર દુષ્કર્મ ગુજારી ફોટા પાડી, વીડિયો ઉતારી યુવતીને બ્લેકમેલ કરવાના કેસમાં કોર્ટે ચૂકાદો આપ્યો છે.  દુષ્કર્મનો ભોગ બનાવવાના ચકચારભર્યા કેસમાં સેશન્સ કોર્ટે આરોપી શાંતિલાલ ઉર્ફે રાજ હકમારામ માળીને દસ વર્ષની સખત કેદની સજા અને રૂ. 9 લાખનો આકરો દંડ ફટકારતો શકવર્તી ચુકાદો જાહેર કર્યો હતો. 

વધુમાં, કોર્ટે દંડની રકમ પૈકી પાંચ લાખ રૂપિયા પીડિતાને વળતર પેટે ચૂકવી આપવા પણ હુકમ કર્યો હતો. કેસના ટ્રાયલ દરમ્યાન ચોંકાવનારી એ વાત સામે આવી હતી કે, વલસાડના વતની એવા આ આરોપીએ યુવતીને બ્લેકમેઇલ કરી હતી. બાદમાં યુવતીના વીડિયો અને ફોટા વાયરલ કરતાં તેની સગાઇ પણ તૂટી ગઇ હતી. એટલું જ નહી જયારે તેના લગ્ન  થયા તો, તે લગ્ન પણ આરોપીના વિકૃતિભર્યા કૃત્યના કારણે તૂટી ગયા હતા. 

વલસાડના યુવકે ફોટા-વીડિયો વાયરલ કરી દેતાં યુવતીની સગાઇ અને બાદમાં લગ્ન પણ તૂટી ગયા : કોર્ટે પીડિતાને વળતર અપાવ્યુ

એડિશનલ સેશન્સ જજ ડી.એ.વોરાએ આ બાબતની ખૂબ જ ગંભીર નોંધ લઇ ચુકાદામાં નોંઘ્યું હતું કે, ભોગ બનનાર પીડિતાએ માનસિક અને શારીરિક પરિતાપ જે સહન કર્યો છે તેનું આર્થિક મૂલ્યાંકન થઇ શકે તેમ નથી. 

ભોગ બનનાર પીડિતાને એક બાળકી પણ છે અને તે તેના પિતાના ઘેર રહેતી હોવાનું રેકર્ડ પર આવ્યું છે. ત્યારે પીડિતાને સમાજમાં પુનઃસ્થાપન કરવા અને સમાજમાં ફરી તે સ્વમાનભેર જીવી શકે તે હેતુથી તેને યોગ્ય અને જરૂરી વળતર અપાવવું એટલું જ આવશ્યક જણાય છે. 

ચકચારભર્યા એવા આ કેસના ટ્રાયલ દરમ્યાન રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ મીનલ ભટ્ટે અદાલતનું ઘ્યાન દોરતાં જણાવ્યું હતું કે, શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક યુવતીને વલસાડમાં નાની ખત્રી વાડના વિશાલ કોમ્પલેક્ષમાં રહેતા આરોપી શાંતિલાલ ઉર્ફે રાજ હકમારામ માળીએ ઇન્સ્ટાગ્રામ મારફતે પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીએ પોતે કુંવારો હોવાનું યુવતીને જણાવી ધીરેધીરે તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંઘ્યા હતા. એ દરમ્યાન આરોપીએ યુવતીના અંગતપળોના ફોડા અને વીડિયો ઉતારી લીધા હતા. બીજીબાજુ, યુવતી દ્વારા જયારે પણ લગ્નની વાત કરવામાં આવે ત્યારે આરોપી તેને ઉડાઉ જવાબ આપતો અને ટાળી દેતો હતો. 

તેથી યુવતીને શંકા જતાં તેણે તેના કોઇ પરિચિત મારફતે આરોપીની તપાસ કરાવી તો, ખબર પડી કે, આ શાંતિલાલ ઉર્ફે રાજ હકમારામ માળી તો પરણેલો છે અને બે સંતાનોનો પિતા છે. એ દરમ્યાન યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઇ ગઇ હતી અને આરોપીની અસલિયતની જાણ થઇ જતાં તેણે તેની સાથે સંબંધ રાખવાનો ઇનકાર કરી દીધો હતો. પરંતુ આરોપીએ યુવતીના અંગત પળોના ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તેને અવાર નવાર દુષ્કર્મનો ભોગ બનાવી હતી. 

Tags :