Get The App

અમદાવાદમાં ઘર વસાવવાની તક, મુખ્યમંત્રી આવાસ યોજનાનો થશે ડ્રો, જાણો ફોર્મ સંબંધિત તમામ માહિતી

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ઘર વસાવવાની તક, મુખ્યમંત્રી આવાસ યોજનાનો થશે ડ્રો, જાણો ફોર્મ સંબંધિત તમામ માહિતી 1 - image


Mukhyamantri Awas Yojana : અમદાવાદમાં પોતાનું ઘર ધરાવવાનું સ્વપ્ન જોતા મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુવર્ણ તક પૂરી પાડવામાં આવી છે. AMC દ્વારા શહેરના પાંચ જુદા જુદા વિસ્તારોમાં ખાલી પડેલા 553 LIG (લોઅર ઇન્કમ ગ્રુપ) આવાસો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આજથી (30 જુલાઇ) ઓનલાઇન ફોર્મ ભરાવવાની શરૂઆત થઇ ગઇ છે અને 12 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ આવાસ માટે કોમ્યુટરાઇઝડ ડ્રો પદ્ધતિથી મકાનની ફાળવણી કરવામાં આવશે. 

કયા વિસ્તારોમાં ઉપલબ્ધ છે આવાસો?

આ આવાસો નિકોલ, ચાંદખેડા, રખિયાલ, વસ્ત્રાલ અને વેજલપુર જેવા અમદાવાદના અગ્રણી વિસ્તારોમાં આવેલા છે. આ આવાસો વર્ષ 2016-17માં બાંધવામાં આવ્યા હતા અને હાલમાં કુલ 553 યુનિટ્સ ખાલી છે, જેની ફાળવણી માટે AMCએ પ્રક્રિયા શરૂ કરી છે.

કોણ અરજી કરી શકશે?

LIG એટલે કે લોઅર ઇન્કમ ગ્રુપ હેઠળ આવતા પરિવારો આ આવાસો માટે અરજી કરી શકશે. જેમાં વાર્ષિક રૂ. 3 લાખ થી રૂ. 6 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો લાભ લઈ શકશે.

આવાસોની વિશેષતાઓ

AMC દ્વારા ઓફર કરવામાં આવી રહેલા આ 1 BHK ફ્લેટ આકર્ષક સુવિધાઓથી સજ્જ છે. 1 BHK ફ્લેટનું ભૂકંપ પ્રુફ બાંધકામ, વીટ્રીફાઈટ ટાઈલ્સ ફ્લોરિંગ,પાર્કિંગ સહિત અન્ય જગ્યા પર પેવર બ્લોકનું પેવિંગ, આકર્ષક એલિવેશન, ફાયર સેફ્ટી, ગ્રેનાઈટનું કિચન પ્લેટફોર્મ અને પાવર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઈડિંગ વિન્ડોઝ મળશે.

અરજી પ્રક્રિયા અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

ઇચ્છુક અરજદારો AMCની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર જઈને આજથી (30 જુલાઇ) ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર નિર્ધારિત કરવામાં આવી છે.

મેઈન્ટેનન્સ રકમ

આ આવાસો માટે મેઈન્ટેનન્સની રકમ રૂ. 50,000 નિર્ધારિત કરવામાં આવી છે. આ તક અમદાવાદમાં પોતાનું ઘર ખરીદવાનું સ્વપ્ન જોતા પરિવારો માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. સમયસર અરજી કરીને આ યોજનાનો લાભ લેવા AMC દ્વારા અપીલ કરવામાં આવી છે.

યોજનાની વિગતો

અમદાવાદમાં ઘર વસાવવાની તક, મુખ્યમંત્રી આવાસ યોજનાનો થશે ડ્રો, જાણો ફોર્મ સંબંધિત તમામ માહિતી 2 - image

અમદાવાદમાં ઘર વસાવવાની તક, મુખ્યમંત્રી આવાસ યોજનાનો થશે ડ્રો, જાણો ફોર્મ સંબંધિત તમામ માહિતી 3 - image


Tags :