Get The App

10 લાખમાંથી એકને થતી દુર્લભ બીમારી, સિવિલમાં 6 વર્ષની બાળકીની પેપિલરી થાઈરોઈડ કેન્સરની સર્જરી

Updated: Jun 2nd, 2025

GS TEAM

Google News
Google News
10 લાખમાંથી એકને થતી દુર્લભ બીમારી, સિવિલમાં 6 વર્ષની બાળકીની પેપિલરી થાઈરોઈડ કેન્સરની સર્જરી 1 - image

Papillary Thyroid Cancer Surgery: 10 લાખ બાળકોએ લગભગ એક બાળકમાં જોવા મળતી અતિ દુર્લભ પેપિલરી થાઇરોડ કેન્સરની સફળ સર્જરી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે. ડૉક્ટરોના મતે રેડિયેશન એક્સપોઝર અને પરિવારમાં થાઇરોઇડ કેન્સરનો ઇતિહાસ ધરાવતા અથવા આનુવંશિક બીમારી હોય તેવા બાળકોમાં આ બીમારી થવાનું વધુ જોખમ હોય છે. 

જાણો શું છે લક્ષણો

પ્રાપ્ત માહિતી અનુસાર, મજૂરી કામ કરતા અજય સરમિયાની 6 વર્ષની પુત્રી મહિમાને છેલ્લા એક અહિનાથી ગળાના વચ્ચેના ભાગે દુ:ખાવા ધીરે-ધીરે વધારો થયો હતો. માતા-પિતાએ તેને અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં બતાવવા લઈ આવ્યા હતા. જ્યાં તેના ગળાના ભાગમાં આવેલ થાઈરોઈડ ગ્રંથિમાંથી સોનોગ્રાફીની મદદથી બાયોપ્સી લેવામાં આવી. તેનું પેટ સીટી સ્કેન પણ કરવામાં આવ્યુ. જેમાં તેણીને થાઈરોઈડભાગનું પેપિલરી કેન્સર હોવાનું નિદાન થયું. આ સાથે તેના ગળાના ભાગમાં આવેલા લસિકા ગ્રંથિઓમાં પણ કેન્સરનો ચેપ હોવાનું સામે આવ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદમાં IPL ફાઈનલની ટિકિટોની બેફામ કાળાબજારી, ફેસબુક-સોશિયલ મીડિયા પર વેપલો

બાળકીની સર્જરી માટે કેન્સર હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. આ જટીલ સર્જરી સફળ રહેતાં તેને આઠમાં દિવસે રજા આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, 'આ પ્રકારના કેન્સરમાં ગળુની નજીકની કેન્સર ફેલાવાની હોવા છતાં, યોગ્ય સારવાર સાથે પેપિલરી થાઈરોઈડ કેન્સરમાં સારા પરિણામો મેળવી શકાય છે. પેપિલરી થાઈરોઈડ કેન્સરમાં ગળાના ભાગે સોજા આવવા એ મોટે ભાગે પ્રથમ લક્ષણ હોય છે. જેને બાળકોના માતા-પિતા એ અવગણવા જોઈએ નહીં અને તુરંત જ બાળરોગ સર્જન અથવા એન્ડોક્રિનોલોજિસ્ટ પાસે તેની તપાસ કરાવવી જોઈએ. પેપિલરી થાઈરોઈડ કેન્સરમાં સર્જરીએ જ મુખ્ય સારવાર છે.'

આ સર્જરી કરવી જોખમી શા માટે હોય છે? 

ડૉક્ટરોના મતે આ સર્જરી દરમિયાન થાઈરોઈડ ગ્રંથિની આસપાસના ચેતાતંતુને ઈજા થવાથી અવાજમાં ફેરફાર અથવા કર્કશતા આવી શકે છે. હોઠ તથા આંગળીઓમાં ઝણઝણાટ, પેરાથાઈરોઈડ ગ્રંથિને ઈજા થાય તો કેલ્શિયમ ઘટી જતાં સ્નાયુ ખેંચાવા ઉપરાંત બીજા કોમ્પ્લિકેશનોમાં શ્વાસનળીમાં ઈજા, રક્તસ્ત્રાવ, સર્જરીના ભાગે સોજો થવો વગેરે હોય છે.

10 લાખમાંથી એકને થતી દુર્લભ બીમારી, સિવિલમાં 6 વર્ષની બાળકીની પેપિલરી થાઈરોઈડ કેન્સરની સર્જરી 2 - image