અમદાવાદમાં 10 બોગસ ડૉક્ટરો પર તવાઈ, માન્ય ડિગ્રી વગર ચલાવાતી ક્લિનિક સીલ કરી દેવાઈ
Bogus Doctors in Ahmedabad: અમદાવાદના સાત ઝોનમાં માન્ય ડીગ્રી વગર પ્રેકટિસ કરતા દસ બોગસ તબીબના કલીનીક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરાયા છે. દર્દીઓને ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી એલોપેથીક ઈન્જેક્શનથી સારવાર આપવામા આવતી હતી.
10 બોગસ ડૉક્ટરો પર તવાઈ
મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શુક્રવારે સાત ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં માન્ય ડીગ્રી વગર પ્રેકટિસ કરતા બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામા આવી હતી. મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીએ કહ્યું, હેલ્થ વિભાગની તપાસમાં જે તે કલીનીકમાં ડોકટરની ડીગ્રી એલોપેથીક સારવાર માટે માન્ય છે કે કેમ?, જે તબીબના નામે કલીનીક રજીસ્ટર્ડ થયેલુ હોય તના દ્વારા જ સારવાર આપવામા આવે છે કે કેમ? વગેરે બાબતની તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં બનતા ગુનાઓ સામે થતી સજાનો દર ઓછો, ક્રાઈમ રેટ ઈન ઈન્ડિયાના ડેટામાં ઘટસ્ફોટ
બે કલીનીક સીલ કરાયા
માન્ય ડીગ્રી ધરાવતા નહીં હોવા છતાં આ તબીબો દર્દીઓને ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી આઈ.વી.ફલુઈડ તથા એલોપેથીક ઈન્જેકશન આપતા હતા. આ અગાઉ 22 ઓગસ્ટના રોજ દક્ષિણઝોનમાં આ પ્રકારે ચલાવાતા બે કલીનીક સીલ કરાયા હતા.