ચંડોળા તળાવમાં અગાઉ બાંગ્લાદેશી વસાહતમાં રહેતી યુવતીઓને એજન્ટોએ મોટાપાયે દેહ વ્યાપારમાં ધકેલી દીધી
ચંડોળા તળાવમાં અગાઉ બાંગ્લાદેશી વસાહતમાં રહેતી યુવતીઓને ટારગેટ કરવામાં આવી
બાંગ્લાદેશ પરત ન જવુ પડે તેની ખાતરી આપીને યુવતીઓ સાથે હોટલો અને ગેસ્ટહાઉસમાં એજન્ટોએ ખાસ ડીલ કર્યાની વિગતો સામે આવી
અમદાવાદ,બુધવાર
ચંડોળા તળાવ પાસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની વસાહત હટાવવાની સાથે પોલીસ દ્વારા ૧૫૦૦થી બાંગ્લાદેશીઓની અટકાયત કરીને તેમને બાંગ્લાદેશ પરત મોકલ્યા હતા. પરતુ, આ સમયે પોલીસથી બચીને ખુબ મોટા પ્રમાણમાં ત્યાંથખી નાસી ગયા હતા. જેમાં મહિલાઓ અને યુવતીઓનો પણ સમાવેશ થતો હતો. આ યુવતીઓ અને મહિલાઓને પોલીસથી બચાવવા તેમજનો તેમની મજબુરીનો ખોટો લાભ લેવા માટે સક્રિય એજન્ટોએ તેમને શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેવા માટેની વ્યવસ્થા કરીને દેહ વ્યાપારના કારોબારમાં ધકેલી હોવાની વિગતો સામે આવી છે. શહેરના કાલુપુર, ગીતા મંદિર, રાયપુર અને અન્ય વિસ્તારોમાં આવેલા ગેસ્ટ હાઉસમાં એજન્ટો બાંગ્લાદેશી મહિલાઓ-યુવતીઓને મોકલીને તેમનું આર્થિક શોષણ પણ કરી રહ્યા છે. આ અંગેની માહિતી મળતા પોલીસ દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગીતામંદિર વિસ્તારની એક હોટલનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક દલાલ ગેસ્ટ હાઉસમાં જઇને ગ્રાહકોને યુવતી બતાવે છે અને સ્થાનિક પોલીસથી મુશ્કેલી નહી પડે તેવી ખાતરી આપતો જોવા મળ્યો હતો. આ ગેસ્ટ હાઉસમાં પણ બાંગ્લાદેશી યુવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.ભારતમાં ગેરકાયદે ઘુષણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓ ચંડોળા તળાવની વસાહતમાં મોટા પ્રમાણમાં રહેતા હતા. પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીના ગેરકાયદે બંધાયેલા મકાનો તોડી પાડયા તેની સામે જે બાંગ્લાદેશીઓની અટકાયત કરી તેના કરતા અનેકગણા બાંગ્લાદેશીઓ પોલીસની કાર્યવાહી પહેલા વિસ્તાર છોડીને નાસી ગયા હતા. આ બાંગ્લાદેશીઓમાં અનેક પરિવારો પણ હતા. જેમાં મહિલાઓ, યુવતીઓ અને સગીર બાળકીઓ પણ હતી. સાથેસાથે પરિવારના પુરૂષ સભ્યો પણ હતા.
ચંડોળા તળાવની વસાહત તુટી જવાની ઘટનાનો ગેરલાભ કેટલાંક એજન્ટોએ તેમની સાથે મળી ગયેલા પોલીસની મદદથી લીધો હતો. જેમાં ચંડોળા તળાવની આસપાસથી નાસી ગયેલા બાંગ્લાદેશીઓને પોલીસ પકડે નહી અને પરત બાંગ્લાદેશ ન મોકલે તે માટે પુરૂષ સભ્યોને અન્ય સ્થળે મજુરીની નોકરી આપી. સાથેસાથે મહિલાઓ અને યુવતીઓનો દેહવિક્રયના વ્યવસાયમાં ઉપયોગ કર્યો હતો. આ માટે અમદાવાદના કાલુપુર, ગીતા મંદિર, રાયપુર તેમજ શહેરના આસપાસમાં આવેલા ગેસ્ટ હાઉસના સંચાલકો સાથે મળીને આ યુવતી મહિલાઓને ત્યાં પ્રતિદિન એક હજાર રૂપિયા સુધી અપાવવાની ખાતરી આપીને કાળો કારોબાર શરૂ કર્યો છે. જેના બદલામાં એજન્ટોને ગેસ્ટ હાઉસના સંચાલક પાસેથી પ્રતિદિન બે હજાર સુધીની કમિશન મળે છે. જેના કારણે શહેરના અનેક ગેસ્ટ હાઉસ , હોટલોમાં બાંગ્લાદેશી યુવતીઓ મહિલાઓ પાસેથી બેરોકટોક રીતે દેહ વ્યાપાર કરાવવામાં આવેી રહ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ ગેસ્ટહાઉસનો સંચાલક આ યુવતી પાસે કારોબાર કરાવીને પ્રતિદિન ૧૦ થી ૧૫ હજાર રૂપિયા વસુલે છે. જેમાં સવારે ૧૦ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી તેને હોટલના રૂમમાં રહેવાનું હોય છે અને એજન્ટો પણ ગેસ્ટ હાઉસમાં ગ્રાહકો મોકલી આપે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગીતામંદિર વિસ્તારની એક હોટલનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક દલાલ ગેસ્ટ હાઉસમાં જઇને ગ્રાહકોને યુવતી બતાવે છે અને સ્થાનિક પોલીસથી મુશ્કેલી નહી પડે તેવી ખાતરી આપતો જોવા મળ્યો હતો. આ ગેસ્ટ હાઉસમાં પણ બાંગ્લાદેશી યુવતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
સ્પામાં પણ બાંગ્લાદેશી યુવતીઓને કામે રાખવામાં આવી
બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીનો તકનો લાભ એજન્ટો અને સ્થાનિક પોલીસે લીધો છે. જેમાં યુવતીઓ અને મહિલાઓને ગેસ્ટ હાઉસ-હોટલોમાં દેહવિક્રયના કારોબારમાં સક્રિય કરીને શોષણ કર્યું. આ ઉપરાંત, બાંગ્લાદેશી યુવતીઓ પૈકી કેટલીક યુવતીઓને એજન્ટોએ સ્પા અને મસાજ પાર્લરમાં પણ નોકરી બહાને મોકલી આપી છે. સામાન્ય રીતે સ્પામાં કામ કરતી યુવતીઓને એજન્ટો મહિને ૩૦થી ૩૫ હજારના પગાર રખાવે છે. બાંગ્લાદેશી યુવતીઓેને માત્ર ૧૫ હજારનો પગાર આપીને સ્પામાં નોકરી અપાવે છે. જેમાં તેમને ગ્રાહકો પાસેથી મસાજના નામે એક્સ્ટ્રા સર્વિસમાં મળતા નાણાંમાં કમિશન અલગથી આપવામાં આવે છે.