અમદાવાદના રિક્ષાચાલકોની હડતાળ 24 કલાક બાદ સમેટાઈ, ટ્રાફિક પોલીસ સાથે બેઠક બાદ લીધો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Auto Drive Strike End: અમદાવાદ જિલ્લામાં ઓટોરિક્ષા ચાલકોએ મંગળવારે (22 જુલાઈ) હડતાળ કરી હતી. પોલીસ દ્વારા રિક્ષાચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ઓટોરિક્ષા યુનિયને સોમવારે રાત્રે 12 વાગ્યાથી હડતાળ શરુ કરી હતી. જોકે, હવે આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે.
રિક્ષા ચાલકોની હડતાળ પૂર્ણ
મળતી માહિતી મુજબ, 24 કલાકની હડતાળ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રિક્ષા ઍસોસિએશન વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિક્ષા ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે અંગે સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ રિક્ષા ઍસોસિએશન દ્વારા પોતાની માંગો મૂકવામાં આવી અને બાદમાં રિક્ષા ઍસોસિએશન દ્વારા હડતાળ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કેમ કરી હડતાળ?
રિક્ષાચાલકોનો આક્ષેપ હતો કે, પોલીસ પોતાના અધિકારોનો દુરુપયોગ કરીને તેમને ખોટી રીતે પરેશાન કરે છે. રિક્ષા યુનિયન દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ઓટોરિક્ષાને રોજગારના સાધન તરીકે માન્યતા આપવામાં આવી છે, તેમ છતાં પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને 'ટાર્ગેટ' પૂરા કરવા માટે વાહનો જપ્ત કરવામાં આવે છે અને ખોટો દંડ ફટકારવામાં આવે છે.
યુનિયન દ્વારા આ મુદ્દાઓ પર ભાર મૂક્યો
મોટર વ્હીકલ ઍક્ટનો દુરુપયોગ
રિક્ષાચાલકોનું કહેવું છે કે, મોટર વ્હીકલ ઍક્ટની કામગીરી ફક્ત ટ્રાફિક પોલીસ દ્વારા જ થવી જોઈએ, પરંતુ અન્ય પોલીસકર્મીઓ પણ તેમાં દખલગીરી કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ લગ્ન પહેલાં પતિનું વર્તન જોઈ યુવતીએ સગાઈ તોડી તો યુવકે મેસેજો મોકલી પજવવાનું શરૂ કર્યું
એકતરફી કાર્યવાહી
રિક્ષાચાલકો દાવો કરે છે કે આ પ્રકારની કાર્યવાહી ફક્ત ઓટોરિક્ષા સામે જ કરવામાં આવે છે, જ્યારે બાઇક, ટેક્સી, બસ જેવા અન્ય મુસાફર વાહનો સામે કોઈ કાર્યવાહી થતી નથી.
ભ્રષ્ટાચારના આક્ષેપ
યુનિયન દ્વારા પોલીસ પર ટ્રેક્ટર, ટમ્પર, લક્ઝરી જેવા વાહનો પાસેથી પૈસા લેવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જેને તેઓ સખત શબ્દોમાં વખોડે છે.








