Gujarat

અમદાવાદ: મોટેરામાં ધોળા દિવસે યુવતીનું અપહરણ, સાસુની નજર સામે જ વહુને કારમાં ઢસડી ગયા, પૂર્વ પ્રેમી પર આશંકા

By GS TEAM
28 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના મોટેરા વિસ્તારમાં ધોળા દિવસે એક પરિણીત મહિલાનું તેના જ ઘરમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાર જેટલા શખસો કાર લઈને આવ્યા હતા અને ઘરમાં ઘૂસીને યુવતીને જબરદસ્તીથી ઉઠાવી ગયા હતા. આ સમગ્ર અમાનુષી ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: મોટેરામાં ધોળા દિવસે યુવતીનું અપહરણ, સાસુની નજર સામે જ વહુને કારમાં ઢસડી ગયા, પૂર્વ પ્રેમી પર આશંકા

Ahmedabad Kidnapping Case: અમદાવાદના મોટેરા વિસ્તારમાં ધોળા દિવસે એક પરિણીત મહિલાનું તેના જ ઘરમાંથી ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાર જેટલા શખસો કાર લઈને આવ્યા હતા અને ઘરમાં ઘૂસીને યુવતીને જબરદસ્તીથી ઉઠાવી ગયા હતા. આ સમગ્ર અમાનુષી ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે.

બૂમાબૂમ કરતી વહુને બચાવવા ગયેલા સાસુને ધક્કો મારી ધમકી આપી

મળતી માહિતી અનુસાર, ગઈકાલે (27મી મે) બપોરના સમયે મોટેરાના ભીલવાસમાં રહેતી કોમલ નામની પરિણીત યુવતી પોતાના ઘરે આરામ કરી રહી હતી. આ દરમિયાન ત્રણ યુવકો અને એક યુવતી અચાનક તેમના ઘરમાં ત્રાટક્યા હતા. આરોપીઓએ કોમલને પકડીને બળજબરીપૂર્વક ખેંચવાનું શરૂ કર્યું હતું. ભોગ બનનાર યુવતી પોતાને બચાવવા માટે સતત બૂમાબૂમ કરતી રહી, છતાં આરોપીઓ તેને ઢસડીને ઘરની બહાર ઉભેલી કાર તરફ લઈ ગયા હતા.

આ સમયે ઘરમાં હાજર કોમલના સાસુ શારદાબહેન પોતાની વહુને બચાવવા માટે દોડ્યા હતા. પરંતુ અપહરણકારોએ સાસુને ધક્કો મારી નીચે પછાડી દીધા હતા અને વચ્ચે ન પડવાની ખુલ્લી ધમકી આપી યુવતીને કારમાં બેસાડી ફરાર થઈ ગયા હતા. ઘટના સમયે કોમલના પતિ કમલેશ નાઈ નોકરી પર ગયેલા હતા.

આ પણ વાંચો: કેનેડામાં ગુજરાતીઓ અસુરક્ષિત? આણંદની 22 વર્ષીય વિદ્યાર્થિનીની કરપીણ હત્યાથી પરિવાર સ્તબ્ધ

પૂર્વ પ્રેમીના એકતરફી પાગલપન પર આશંકા

પોલીસ તપાસ અનુસાર, ભોગ બનનાર કોમલના આ બીજા લગ્ન હતા. અગાઉ તેના લગ્ન બંટી નામના યુવક સાથે થયા હતા, પરંતુ મનમેળ ન રહેતા બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. જોકે, આ અપહરણ પાછળ કોમલનો ગેવર ગુર્જન નામના અન્ય યુવક સાથેનો ભૂતકાળનો પ્રેમસંબંધ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

પરિવારજનોનો આરોપ છે કે, કોમલના બીજા લગ્ન થઈ ગયા હોવા છતાં તેનો પૂર્વ પ્રેમી ગેવર ગુર્જન તેને સતત હેરાન કરતો હતો. તે વારંવાર કોમલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીને માનસિક ત્રાસ આપતો હતો. આ એકતરફી પ્રેમની અદાવતમાં જ ગેવરે પોતાના સાગરીતો સાથે મળીને આ અપહરણનું કાવતરું ઘડ્યું છે.

પોલીસે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી

આ ચકચારી ગુના સંદર્ભે યુવતીના સાસુ શારદાબહેને તાત્કાલિક સાબરમતી પોલીસ મથકે પહોંચીને ચાર શખસો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને ઘટનાસ્થળ તેમજ આસપાસના રોડના સીસીટીવી ફૂટેજ મેળવીને અપહરણમાં વપરાયેલી ક્રેટા કારના નંબરના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.