અમદાવાદ એરપોર્ટની કરોડોના ખર્ચે કાયાપલટ કરાશે
હાલના ડોમેસ્ટિકને કાર્ગો ટર્મિનલ-૩ સાથે જોડીને લંબાવાશે : નવા ૧૫થી વધુ એરોબ્રિજ બનાવવા પણ આયોજન
અમદાવાદ, મંગળવાર
અમદાવાદના સરદાર
વલ્લભભાઇ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ પર દિનપ્રતિદિન વઘી રહેલા પેસેન્જર ફૂટફોલને ધ્યાનમાં
રાખી આગામી નજીકના વર્ષમાં અમદાવાદ એરપોર્ટની કાયાપલટ કરવામાં આવશે. દિલ્હી એરપોર્ટની
જેમ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો સરળતાથી આવનજાવન કરી શકે તે માટે ફલોર મુજબ કરોડોના
ખર્ચે ઉપર ડિપાર્ચર અને નીચે એરાઇવલ એરિયા ઉભો કરાશે. જે સંલગ્ન ડોમેસ્ટિક એરપોર્ટ
આવનારા સમયમાં કેવુ લાગશે તેની એક બ્લુપ્રિન્ટ ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી હોવાનું
વિશ્વસનીય સુત્રોએ જણાવ્યુ છે.
ડોમેસ્ટિક એરપોર્ટ
પર પ્રતિદિન ૧૫૦થી વધુ ફલાઇટોના સંચાલનમાં ૨૦ હજાર મુસાફરોની આવનજાવન છે આગામી સમયમાં
તેમાં બમણો વધારો થશે. તે આવનારી સ્થિતીને પહોંચી વળવા આગામી બે-ત્રણ વર્ષમાં ડોમેસ્ટિક
એરપોર્ટનું ચિત્ર બદલી નાંખવા નવા પ્લાન સહિતની કામગીરી શરૃ કરી દેવાઇ છે. સુત્રોના
જણાવ્યા મુજબ હાલમાં ટમનલ-૩ ડોમેસ્ટિક કાર્ગો માટે બનાવાયુ છે તે આગામી સમયમાં ઇન્ટરનેશનલ
એરપોર્ટ પર લઇ જવાશે આ કાર્ગો ટમનલને હાલના ડોમેસ્ટિક સાથે મર્જ કરી લંબાવવામાં આવશે.
એટલું જ નહી હાલમાં
ચાર એરોબ્રિજના બદલે ત્યાં નવા ૧૫ એરોબ્રિજ બનાવાશે. એરપોર્ટ પર આવનારી મેટ્રોને ટમનલ
સાથે કેવીરીતે લીંન્ક કરવી તેનુ ખાસ ધ્યાનમાં રાખી મુસાફરો માટે નવા ગેટનું પણ નિર્માણ
થશે. આ નવા ફેરફારો સાથે ટમનલ આગામી વર્ષ ૨૦૨૪-૨૫ સુધી મુસાફરો માટે શરૃ કરી દેવાનું
આયોજન છે. હાલમાં ડોમેસ્ટિક ટમનલમાં જગ્યા
ઉભી કરવી એક ચેલેન્જ હોવાથી થોડા સમય પહેલા એરલાઇન કંપનીઓની ઓફિસો ખસેડી ઉપર લઇ જવામાં
આવી હતી.
આ ઉપરાંત ટમનલમાં
ચેકઇન કાઉન્ટર વધારવા સહિત સિક્યોરિટી એરિયામાં જોઇએ તેટલી જગ્યાનો અભાવ હોવાથી પીકઅવર્સમાં
મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. સિક્યોરિટી એરિયામાં મેટલ ડિટેક્ટર ગેટ સહિત એક્સ-રે
સ્ક્રીનીંગ પણ વઘારવામાં આવશે પરંતુ ટમનલમાં ખાસ કરીને સિક્યોરિટી ચેકઇનમાં લાગતી લાંબી
લાઇનોને કારણે સ્પાઇસજેટ અને વિસ્તારાની ડોમેસ્ટિક એરલાઇનોને ઇન્ટરનેશનલ ટમનલ પરથી
ઓપરેટ કરવા નક્કી કરાયુ છે જેથી ડોમેસ્ટિક ટમનલમાં પ્રતિદિન ૩૮ જેટલી ફલાઇટોનું ભારણ
ઘટશે. ટમનલમાં ખાલી જગ્યાનો ઉપયોગ કરાશે જરૃર જણાશે ત્યાં તોડફોડ કરી રિફરબીશમેન્ટ
કરવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

