Get The App

જોડીયાના નેસડા ગામમાં રહેતા ખેત મજૂર યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
જોડીયાના નેસડા ગામમાં રહેતા ખેત મજૂર યુવાનનો ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

Jamnagar Suicide Case : મૂળ દાહોદના વતની અને હાલ જોડિયા તાલુકાના નેસડા ગામમાં રહેતા ખેડૂત સૈલેશભાઈ ડાંગરની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કમલેશભાઈ હિમલાભાઈ સંગોડ નામના 22 વર્ષના આદિવાસી યુવાને ગઈકાલે પોતાની વાડીમાં આંબલીના ઝાડની ડાળીમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. 

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ શંકર હિમલાભાઈ સંગોડે પોલીસને જાણ કરતાં જોડીયાના પોલીસ હેડ કોસ્ટેબલ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

 મૃતકના પિતાનું આજથી પાંચ વર્ષ પહેલા અવસાન થઈ ગયું હતું, ત્યારબાદ પોતે વ્યથિત બનીને રહેતો હતો, અને પોતાના લગ્ન થતાં ન હોવાના કારણે મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.