સુરત પાલિકાની ડ્રેનેજ લાઈનને નુકશાન પહોંચાડનાર એજન્સીને બે લાખનો દંડ
Surat Corporation : સુરત પાલિકાના વરાછા ઝોનમાં સુદામા ચોક ખાતે ખાનગી કોન્ટ્રાકટર દ્વારા કામગીરી દરમિયાન પાલિકાની ડ્રેનેજ લાઇનમાં ભંગાણ પડ્યું હતું. આ મુખ્ય લાઈન હતી અને તેમાં ભંગાણ પડતા લાઈન બંધ કરવાની ફરજ પડી હતી. પાલિકા લાઈનમાં ભંગાણ બદલ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ કેસ કરવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવી હતી. આ સાથે એજન્સી પાસે પાલિકાને થયેલી નુકસાની બદલ બે લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
સુરત પાલિકાના કતારગામ ઝોન વિસ્તારમાં મોટા વરાછા વિસ્તારમાં ઓરેજન્સ બીસ્ટ. પ્રા.લિ. દ્વારા એચ.ડી ડી. પધ્ધતિથી કેબલ લાઈનની કામગીરી કરવામાં આવતી હતી. આ કામગીરી દરમિયાન ડિસેમ્બર 2024 માં સુદામા ચોક પાસે, મોટા વરાછા સુએઝ પંપીંગ સ્ટેશનની ચોવીસ કલાક કાર્યરત એવી 60 મોટાવરાછા-અબ્રામા વિસ્તારનું ડ્રેનેજ એકત્રિત કરી ઉત્રાણ સુએઝ પંપીંગ સ્ટેશન કેચમેન્ટ એરીયામાં લેવામાં આવતી મેઈન લાઈન 0 મી.મી. વ્યાસની રાઈઝીંગ મેઈન લાઈન મહત્વની છે તેમાં ડેમેજ થતાં સુએઝ પમ્પીંગ સ્ટેશન બંધ કરવા માટેની ફરજ પડી હતી. આ લાઈન ડેમેજ થતાં અનેક મુશ્કેલી પડી હતી અને લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો હતો. લોકોના આરોગ્યની જાળવણી માટે પાલિકાએ આ મેઈન લાઈનની કામગીરી તાત્કાલિક પૂરી કરી પૂર્વવત કરી દેવામાં આવી હતી.
આ કામગીરી માટે પાલિકાને જે ખર્ચ થયો હતો તેને વસુલ કરવા માટે પાલિકાએ ભંગાણ કરનારી એજન્સીને નોટિસ આપવામાં આવી હતી. પાલિકાની નોટિસ બાદ પણ એજન્સીએ પૈસા આપવાની આનાકાની કરતા પોલીસ કેસ કરવાની તૈયારી કરી હતી. જેના કારણે એજન્સીએ બે લાખ રૂપિયાનો દંડ પાલિકામાં જમા કરાવ્યો હતો.