સોશિયલ મીડિયાનું એડિક્શન, રીલ્સ જોઈ વૃદ્ધા પ્રેમમાં પડી, રીપ્લાય નહીં મળતા ડિપ્રેશનમાં આવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : મોબાઈલના રવાડે ચડેલી 65 વર્ષીય વૃદ્ધાને દીકરા વહુએ મોબાઈલની એપ ડીલીટ કરી રીલ્સ જોવાનું બંધ કરાવતા વૃદ્ધા ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં બનેલા બનાવની વિગત એવી છે કે એક વૃદ્ધ મોબાઈલ ઉપર એક જ વ્યક્તિની જોવા માટે ટેવાઈ ગઈ હતી. તે જાણે તેના પ્રેમમાં પડી હોય તેવી રીતે તેને લાઈક કરી કોમેન્ટ કરતી હતી. રીલ્સ મુકનાર વ્યક્તિ તરફથી કોઈ રિસ્પોન્સ નહીં મળતા વૃદ્ધાનું વર્તન બદલાઈ જતું હતું અને તે ડિપ્રેશનમાં આવી જતી હતી. દીકરા વહુને જાણ થતા મોબાઇલની કેટલીક એપ બંધ કરાવી દીધી હતી. જેથી રિલ્સ જોવા નહીં મળતા વૃદ્ધાએ રાડા રાડ કરી ઝઘડા કરવા માંડ્યા હતા. તેણે જમવાનું પણ બંધ કરી દીધું હતું.
વૃદ્ધાના બદલાયેલા સ્વભાવથી અને હેરાનગતિથી ત્રાસી ગયેલા દીકરા વહુએ આખરે અભયમની મદદ લેતા વૃદ્ધાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. સાથે સાથે દીકરા વહુને પણ તેમને એકલા નહીં મૂકવા માટે સમજાવવામાં આવ્યા હતા. જેથી હાલ પૂરતી પરિવારને રાહત મળી છે.









