Get The App

નેશનલ હાઇવેના ખાડાના કારણે વડોદરાથી વરસાડા ફરી ચક્કાજામ

સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી ટ્રાફિકજામમાં વાહનચાલકો હેરાન પરેશાન થઇ ગયા

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
નેશનલ હાઇવેના ખાડાના કારણે વડોદરાથી વરસાડા ફરી ચક્કાજામ 1 - image

વડોદરા, તા.24 વડોદરા નજીક નેશનલ હાઇવે પર જાંબુઆ બ્રિજ પરના ખાડાઓના કારણે આજે ફરી ૧૫ કિ.મી. સુધીનો ચક્કાજામ થયો હતો. સવારથી બપોર સુધી વાહનચાલકોએ હાઇવે પર હેરાન પરેશાન થવું પડયું  હતું.

ગઇકાલે પણ સવારથી બપોર સુધી છ કલાક સુધી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામના કારણે સુરત તરફ જતા અથવા સુરતથી વડોદરા તરફ આવતા વાહનો અટવાઇ ગયા હતાં. વાહનચાલકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો અને મોટી રકમનો ટોલ વસૂલ કરો છો તો રસ્તા સુધારો તેવા આક્ષેપો કરતા  હતાં. દરમિયાન આજે પણ ગઇકાલની સ્થિતિનું ફરી નિર્માણ થયું હતું.

આજે સવારે સાત વાગ્યાથી ફરી જાંબુઆ નદી પરના સાંકડા અને ખાડાવાળા બ્રિજના કારણે ટ્રાફિકજામ થવા લાગ્યો હતો. ધીમે ધીમે વાહનોની લાઇનો વધી જતા આશરે ૧૫ કિ.મી. લાંબો ચક્કાજામ થયો  હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી એટલે કે સાત કલાક સુધી ટ્રાફિકજામમાં વાહનચાલકો ફસાયા  હતાં. ભારે વાહનો જાંબુઆ નદી પરના ખાડાવાળા બ્રિજ પરથી પસાર થાય ત્યારે ગતિ ધીમી થઇ જતી હોવાથી પાછળ વાહનોની લાંબી કતારો લાગે છે.

ભરૃચ તરફથી આવતા વાહનોનો ઓછો ્ટ્રાફિક હતો જ્યારે જાંબુઆ બ્રિજથી પોર તરફ જતા વરસાડા ગામ સુધી ટ્રાફિકજામ રહ્યો હતો. નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે પણ ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન થયા હતાં.



Tags :