Get The App

મહાભારતનાં યુદ્ધ બાદ પ્રાચીન પિંડારા તીર્થક્ષેત્રમાં પાંડવોએ પીંડદાન કર્યું હતું

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
મહાભારતનાં યુદ્ધ બાદ પ્રાચીન પિંડારા તીર્થક્ષેત્રમાં પાંડવોએ પીંડદાન કર્યું હતું 1 - image

આ ભૂમિમાં આજે પણ ચોખાના પીંડ તરતા હોવાથી આશ્ચર્ય : ધાર્મિક દ્રષ્ટિએ આ ક્ષેત્રનું મહત્ત્વ ગયાજી (શીરક્ષેત્ર) અને બદ્રીનાથ જેટલું જ પવિત્ર માનવામાં આવે છે

દ્વારકા, : દ્વારકા જિલ્લાના ભાટીયાથી 22 કિ.મી.ના અંતરે આવેલું પિંડારા ગામ  પિતૃ તર્પણ  માટે આસ્થાનું સ્થળ છે. હાલ ચૈત્ર માસમાં પિતૃ તર્પણ માટે લોકો ઉમટી રહ્યા છે. પિંડારામાં મહાભારતકાળના ઈતિહાસ ધરાવતા અવશેષો આજે પણ મોજુદ છે. અહીંયા દુર્વાસા ઋષિનો આશ્રમ, ત્રણ શિવલિંગ ધરાવતું મુકતેશ્વર મહાદેવ મંદિર, રોકડિયા હનુમાનનું મંદિર અને વૈષ્ણવ સંપ્રદાયના બેઠકજી તેમજ શ્રાદ્ધ ક્રિયા માટે ધાર્મિક સ્થળો તદન નજીક-નજીક આવેલા છે. લોકવાયકા અનુસાર મહાભારતના યુદ્ધ બાદ પિતૃઓના મોક્ષાર્થે પાંડવોએ લોખંડના પિંડ તારવ્યા હતા ત્યારથી આ ક્ષેત્ર પિંડતારક તરીકે ઓળખાય છે. ધાર્મિક દ્રષ્ટિએ આ ક્ષેત્રનું મહત્ત્વ ગયાજી (શીરક્ષેત્ર) અને બદ્રીનાથ જેટલું જ પવિત્ર માનવામાં આવે છે.

 મહાભારતના ભીષણ સંગ્રામમાં માર્યા ગયેલા કૌરવોના વજ્ર સમા પીંડ તારવા પાંડવો અહીં પીંડારા ક્ષેત્રમાં આવ્યા હતા. પાંડવો પૈકી અર્જુનને પોતાના જ ભાઈઓને માર્યા હોવાનો વિષાદ રહેતો હતો. તેથી તેમણે દુર્વાસા ઋષિની તપોભૂમિમાં શ્રીકૃષ્ણ ભગવાનની સલાહથી અહીંયા પિંડ દાન કર્યું હતું. અહીં  ફૂલની જેમ પિંડ તરવા લાગતા અર્જુનને વિશ્વાસ થયો કે તેમના ભાંડુઓ મોક્ષની ગતિ પામ્યા છે. શ્રાધ્ધકાર્ય માટે આવેલા પાંડવોએ બનાવેલો તામ્રકુંડ અહીં સમુદ્રમાં ડૂબેલો છે. વર્ષમાં એક વખત સમુદ્રનાં પાણી ઉતરી જતા શ્રાવણ વદ અમાસના દિવસે પથ્થરના ફૂલો પણ હોય છે પરંતુ સ્પર્શ કરતાં કોમળતા અનુભવાય છે.