- જમીન તંત્ર હસ્તક લેવાની કાર્યવાહી શરૂ
- તંત્ર દ્વારા ગૌચરની 92 વીઘા જમીન ખુલ્લી કરવામાં આવ્યા બાદ વાવેતર કરેલા પાકમાં પશુઓ છૂટા મૂકાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના ખોડુ ગામે ગૌચર જમીન પર દબાણો તોડી પડાયા હતા. ૯૨ વીઘા જમીન ખૂલ્લી કરાઇ હતી. દાડમનું વાવેતર કરાયું હતું. જેમાં પશુઓ ચરાવી દેવામાં આવ્યા છે. બાદમાં તંત્રને સુપ્રત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
તાલુકાના ખોડુ ગામ તેમજ રૂપાવટી સહિતના આજુબાજુના ગામોમાં ગૌચર ઉપરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા અને જે ખેડૂતો દ્વારા ગૌચરની જમીનો ઉપર વાવેતર કરવામાં આવ્યા હતા તેમને તંત્ર દ્વારા હટાવી લેવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી.
ખેડૂતો દ્વારા ગૌચરની જમીનો ઉપર જીરૂ, બાગાયત પાકમાં દાડમ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ હવે ઉભા પાક ઉપર પશુ ચરાવી દેવામાં આવ્યા છે અને ગૌચરની જમીન પર ઢોર છૂટ્ટા મૂકી અને ચારી દેવામાં આવ્યા છે અને ગૌચર જમીન ખુલ્લી કરી દેવા અંગે ખેડૂતોએ પ્રયાસો શરૂ કર્યા છે.
અન્ય ગૌચર જમીનો ઉપર કરવામાં આવેલા દબાણો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. પરંતુ ખેડૂતોને સૂચના આપવામાં આવ્યા બાદ ખેડૂતોએ પણ ગૌચર જમીન ખાલી કરી દેવા અંગેની કામગીરી શરૂ કરી છે અને ગૌચર જમીન ઉપર વાવેતર કર્યું છે તેના ઉપર માલ ઢોર ચારી દઈ અને ખુલ્લી કરી અને તંત્રને સુપ્રત કરવા અંગેની કામગીરી શરૂ કરી છે.


