મોબાઇલ પર વાત કર્યા બાદ મહિલા વકીલે ગળે ફાંસો ખાધો
ઉત્રાણની શ્લોકા રેસિડેન્સીમાં રહેતા 27 વર્ષના ધુ્રતીબેન કંથારીયાએ રૃમમાં જઇ જીવન ટુંકાવી લીધું
સુરતતા.1ઓગસ્ટ.2020શનિવાર
કોર્ટોમાં અરજન્ટ કેસો સિવાયની કાર્યવાહી હાલમાં બંધ છે ત્યારે સિટીના ઉત્રાણ વિસ્તારમાં રહેલી મહિલા વકીલે કોઇ કારણસર ઘરમાં જ ફાંસો ખાઇને જીવન ટુંકાવી લેવાતા વકીલ આલમમાં ચકચાર મચી છે.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં ઉત્રાણના શ્લોકા રેસીડન્સીમાં રહેતા 27 વર્ષીય ધુતીબેન રસીકભાઇ કથારીયાએ ગઇ કાલે ઘરમાં બેડ રૃમમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.પોલીસ સુત્રોએ કહ્યુ કે ધુતીબેન મુળ ભાવનગરના પાલીતાણાના નાંઘણવદરગામના વતની હતા. તેની બે બેન અને એક ભાઇ છે. તેના પિતા હીરાના કામ સાથે સંકળાયેલા છે. મોબાઇલ પર વાત કર્યા બાદ રૃમમાં જઇને ં કોઇ કારણ સર આ પગલુ ભર્યુ હતુ. જોકે તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે. આ અંગે અમરોલી પોલીસે તપાસ હાથ ઘરી છે.
.
.