સુરત, તા.3 સપ્ટેમ્બર 2019, મંગળવાર
વેસુના હીરા વેપારી સાથે ઇનોવા ગાડીનો 10 લાખમાં સોદો
કર્યા બાદ તમામ રકમ લઇ લીધા બાદ દોઢ વર્ષથી કાર દલાલે ગાડીનો કબજો આપ્યો નહોતો
ઉપરથી ગાડી પર ફાઇનાન્સ કંપનીમાંથી લોન ઉઠાવી લીધી હતી.
વેસુ
રોડ બિગબજાર નજીક સ્વામી ગુણાતીત નગરમાં રહેતા કરશન અંબારામ ખોખાણીએ વર્ષ
ફેબુ્રઆરી- 2017માં કાર લે-વેચનું કામ કરતા જયદીપ જયંતિ ઘોરી (રહે. લક્ષ્મણનગર
સોસાયટી, એલ.એચ.રોડ,
વરાછા) પાસેથી ઇનોવા કાર નંબર જીજે 5સીએસ 5533 10 લાખમાં ખરીદી
હતી. કાર ખરીદતી વખતે એન્જીનમાં 1 લાખનો ખર્ચ હતો તે કરાવીને આપવાની બાંહેધરી
જયદીપે આપી હતી.
જેથી કરશનભાઇએ માર્ચ મહિનામાં પેમેન્ટ ચુકવી આપતા જયદીપે બાંહેધરી ખત, ટી.ટી ફોર્મ પર સહી કરાવી કારની ઓરીજનલ આર.સી બુક પણ આપી દીધી હતી. પરંતુ ત્યારબાદ વારંવાર કહેવા છતા જયદીપે એન્જીન રીપેરીંગ કરાવી આજ દિન સુધી કારનો કબ્જો આપ્યો ન્હોતો. આ અરસામાં ભેજાબાજ જયદીપે કનકદુર્ગા ફાયનાન્સમાંથી કાર પર લોન પણ લઇ લીધી હતી. આથી તેની સામે ઉમરા પોલીસમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવાઇ છે.


