Get The App

૧૦ દિવસ સુધી સાસરીમાં રોકાયા પછી પરિણીતા જતી રહી

સોના ચાંદીના દાગીના અને રોકડા મળી ૩.૭૫ લાખ પડાવી લીધા : પોલીસે ગુનો દાખલ કર્યો

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
૧૦ દિવસ સુધી સાસરીમાં રોકાયા પછી પરિણીતા જતી રહી 1 - image

 વડોદરા,લગ્ન કરીને સાસરીમાં ૧૦ દિવસ રોકાયા  પછી પરિણીતા પિયર જતી રહી હતી. ત્યારબાદ તે પરત સાસરીમાં આવી નહતી અને છોકરાવાળા  પાસેથી ૩.૭૫ લાખ લઇ લીધા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા અને આશા વર્કર તરીકે કામ કરતા તારાબેન મનસુખભાઇ ભલગામાએ મકરપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા દીકરા લાલજીના લગ્ન કરવાના હોઇ મારી બહેનપણી શરીફાબેન બચુભાઇ મુસ્લિમ (રહે.ધાંગધ્રા) ને વાત કરી હતી. શરીફાબેનના દીકરા તોસીફે કહ્યું હતું કે, મારો મિત્ર નાજીરભાઇ (રહે. ભરૃચ) લગ્ન કરાવી આપવાનું કામ કરે છે.  ત્યારબાદ સોનાલી (રહે. શ્રીનાથજી પાર્ક, નોવિનો રોડ) ના ઘરે અમે ગયા હતા.તોસીફે લગ્ન કરાવી આપવાના ત્રણ લાખ થશે.તેવું  કહ્યું હતું.અમે લગ્ન કરીને સોનાલીને અમારા ઘરે લઇ ગયા હતા. મારા દીકરાએ તેને નવો મોબાઇલ અને દાગીના લઇ આપ્યા હતા. થોડા દિવસ પછી મહેન્દ્ર પ્રજાપતિ, સોનાલીનો ભાઇ હેમંત, હેમંતની વહુ સોનાલીને તેડી ગયા હતા.  ત્યારબાદ સોનાલી સાસરીમાં અમારા ઘરે પરત આવી નહતી. તેઓએ મોબાઇલ ફોન બંધ કરી  દીધા હતા.

Tags :