ધ્રાંગધ્રાનો
પોક્સો કેસનો આરોપી ૧૦ વર્ષે ઝડપાયો
ધ્રાંગધ્રા -
ધ્રાંગધ્રામાં પોક્સો ગુનાના આરોપીને સુરેન્દ્રનગર પેરોલ
ફર્લો ટીમે ભુજમાંથી ઝડપી પાડયો છે. આરોપી ૧૨ વર્ષની સજા બાદ પેરોલ જમ્પ કરીને
છેલ્લા દસ વર્ષથી નામ બદલીને ભુજમાં રહેતો હતો.
ધ્રાંગધ્રાના
કુડા ગામના ચકાભાઈ ગગજીભાઈ કોળી વિરૃદ્ધ હળવદ પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ગુનો
નોંધાયો હતો. જે ગુનાનો કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી જતા આરોપીને ૧૨ વર્ષની સજા
થતા રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને આરોપી કેદી તરીકે સજા ભોગવી
રહ્યો હતો. અગાઉ પેરોલ લીધા બાદ રાજકોટ જેલમાં હાજર નહી થઈ છેલ્લા ૧૦ વર્ષથી પેરોલ
જંપ કરી પોતાની ઓળખ બદલી નાસતો ફરતો હતો.
આરોપી હાલ ભુજના ધાણેટી ગામે રહેતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર
પેરોલ ફર્લોે ટીમ દ્વારા આરોપી ચકાભાઈ ગગજીભાઈ કોળીને તેના સંભવિત આશ્રય સ્થાન ખાતેથી
રેઇડ કરી ઝડપી લીધો હતો.


