Get The App

દિવાળી બાદ ગ્રેની ખરીદી જળવાતા વિવર્સ પાસેનો બહુધા સ્ટોક ખાલી

Updated: Nov 16th, 2021

GS TEAM

Google News
Google News
દિવાળી બાદ ગ્રેની ખરીદી જળવાતા વિવર્સ પાસેનો બહુધા સ્ટોક ખાલી 1 - image


-સામાન્ય રીતે દિવાળી બાદ કામકાજ ઠંડા રહે છે પણ આ વખતે પરિસ્થિતિ જુદીઃ ભાવો સ્થિર હોવાથી કારખાનેદારોને લાભ

સુરત,          

દિવાળી પછી વેપાર ઉદ્યોગ જગતની ગાડી ખુબ ઝડપથી પાટે ચઢી રહી છે. વિવિગ સહિત ટેક્સટાઈલના એકમો શરૃ થઈ ગયાં છે અને કાપડ બજાર પણ શરૃ થઈ ગયું છે. વેપારીઓ ગ્રેની ખરીદી કરી રહ્યાં હોવાને કારણે, એકમોમાં ગ્રેનો ભરાવો નથી.

દિવાળી પછી ગયા શુક્રવારથી ગ્રેના ખૂબ જ સારા કામકાજ થઈ રહ્યાં છે. દિવાળી પહેલા જે પ્રકારે વેપારીઓએ ખરીદી કરી હતી તે જ પ્રકારે હવે દિવાળી પછી પણ કરી રહ્યાં છે ગ્રેના ભાવો સ્થિર હોવાથી, તેના લાભ અત્યારે કારખાનેદારોને મળી રહ્યો છે. સામાન્ય રીતે દિવાળી પછી કામકાજો ઠંડા રહેતા હોય છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ જુદી છે.

આમતો, અત્યારે વેપારીઓ તરફથી તમામ પ્રકારની ગ્રેની ક્વોલિટીઓ ખરીદવામાં આવી રહી છે. અમુક ક્વોલિટીઓ વેચાતી નહીં હોવાથી, કેટલાક કારખાનેદારો પાસે લાખો મિટર સ્ટોક પડયો છે. સિઝન પ્રમાણે ગ્રે વેચાતું હોય છે. હાલમાં પ્લેઇન ગ્રેથી માંડીને જેકાર્ડની ક્વોલિટીઓ વેપારીઓ ખરીદી રહ્યાં છે.   

 

Tags :