Gujarat

જામનગર જિલ્લામાં ખેડૂતોને થયેલી નુકસાનીના સર્વે બાદ પાક સહાયની 1,39,996 ખેડૂતોની અરજી મંજુર: 427 કરોડનું ચુકવણુ થયું

By GS TEAM
24 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લામાં કમૌસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન સંદર્ભે સર્વે કરી લેવાયા બાદ જુદા જુદા તાલુકાના કુલ 1,41,353 ખેડુતોએ સહાય માટે અરજીઓ કરી હતી જે પૈકી 1,39,996 અરજીઓ મંજુર થઈ છે.જેના પેટે કુલ 427 કરોડનુ ચુકવણુ થશે. જયારે વર્તમાન સ્થિતિએ 1,10,686 ખેડૂતોના ખાતામાં 380 કરોડ જેવી રકમ પણ ડીબીટી માધ્યમથી જમા થઈ ચુકયાનું જામનગરના ખેતીવાડી વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ. જ્યારે બાકી રકમ સંદર્ભે પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં ખેડૂતોને થયેલી નુકસાનીના સર્વે બાદ પાક સહાયની 1,39,996 ખેડૂતોની અરજી મંજુર: 427 કરોડનું ચુકવણુ થયું

જામનગર જિલ્લામાં કમૌસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન સંદર્ભે સર્વે કરી લેવાયા બાદ જુદા જુદા તાલુકાના કુલ 1,41,353 ખેડુતોએ સહાય માટે અરજીઓ કરી હતી જે પૈકી 1,39,996 અરજીઓ મંજુર થઈ છે.જેના પેટે કુલ 427 કરોડનુ ચુકવણુ થશે. જયારે વર્તમાન સ્થિતિએ 1,10,686 ખેડૂતોના ખાતામાં 380 કરોડ જેવી રકમ પણ ડીબીટી માધ્યમથી જમા થઈ ચુકયાનું જામનગરના ખેતીવાડી વિભાગના સુત્રોએ જણાવ્યું હતુ. જ્યારે બાકી રકમ સંદર્ભે પ્રક્રિયા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

જામનગર જિલ્લામાં ઓકટોબર માસમાં કમોસમી વરસાદના કારણે પાકને વ્યાપક નુકશાન થયાનુ સામે આવ્યું હતુ. જે સાથે જ જિલ્લાના ખેતીવાડી વિભાગની જુદી જુદી 332 ટીમો દ્વારા 417 ગામોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સાથે નુકશાન સંબંધિત રીપોર્ટ પણ તૈયાર કરી સુપરત કરાયો હતો.

જે બાદ તંત્ર દ્વારા ગત નવેમ્બર માસથી રાહત સહાય મેળવવાની અરજીઓ પોર્ટલ મારફતે સ્વીકારવાનો પ્રારંભ કરાયોહતો. જેની પાંચમી ડીસે.ના રોજ મુદત પુરી થતાં કુલ 1,41,353 ખેડૂતોએ અરજી કરી હતી. સમગ્ર પ્રક્રિયા બાદ હાલ સુધીમાં 1,39,996 અરજીઓ મંજુર થઇ છે.

જામનગર જિલ્લાના 6 તાલુકાના ખેડૂતોની મંજુર અરજીઓ સંદર્ભે કુલ 427 કરોડનું ચુકવણુ થનાર છે, જેમાંથી વર્તમાન સ્થિતિએ ગઈકાલ સુધીમાં 1,10,686 ખેડૂતોના ખાતામાં અંદાજીત 380 કરોડ જેટલી રકમ પણ ડીબીટીના માધ્યમથી જમા થઇ ચૂકી હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.