વડોદરા નજીકના ગામોમાં મગર અને દીપડા બાદ શિયાળની એન્ટ્રી, વાઘોડિયામાં શિયાળનું રેસક્યુ
વડોદરાની આસપાસના ગામોમાં શિયાળ પણ આવી રહ્યા હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમનું પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.
વડોદરા અને આસપાસના વિસ્તારમાં મગરો, અજગર તેમજ દીપડા મળી આવવાના વારંવાર બનાવ બની રહ્યા છે ત્યારે ગઈકાલે વાઘોડિયા તાલુકામાં બાકરોલ ગામે એક મકાન પાસે શિયાળ આવી જતા લોકો ભેગા થઈ ગયા હતા. સારા નસીબે શિયાળે કોઈના ઉપર હુમલો કર્યો ન હતો.
આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા જીવ દયા સંસ્થાના કાર્યકરો ને ગામમાં મોકલી શિયાળનું કરવામાં આવ્યું હતું અને તેને સુરક્ષિત સ્થાને છોડવા માટે તજવીજ કરવામાં આવી હતી.