વાદળિયા વાતાવરણ બાદ પવનની ગેરહાજરી વચ્ચે વડોદરામાં આજે સવારથી ગરમીમાં ઉતરોતર વધારો
Vadodara Weather Update : વડોદરા શહેરમાં ત્રણ દિવસ અગાઉ વીજળીના કડાકા ભડાકા અને તોફાની વાવાઝોડા સાથે પડેલા ભારે વરસાદ બાદ ગઈકાલે દિવસ ભર વાદળીયું વાતાવરણ વચ્ચે છેલ્લા બે દિવસથી શહેરમાં પવન વિના ગરમી વધતા ભારે બફારાનો અહેસાસ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં ત્રણ દિવસ અગાઉ ભારે તોફાની પવન સાથે વીજળીના કડાકા ભડાકા સહિત ધોધમાર વરસાદ તૂટી પડતા શહેરીજનોને ત્રાહિમામ ગરમીમાં રાહત થઈ હતી. પરંતુ ત્યારબાદ બીજા દિવસે ગઈકાલે દિવસ પર વાદળીયું વાતાવરણ રહ્યું હતું. ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી ધારણા પણ સેવાઈ રહી હતી પરંતુ સતત ઉકળાટ દિવસભર રહ્યો હતો. જ્યારે સમી સાંજે સામાન્ય પવન ફૂંકાતા ગરમીમાં રાહત મળી હતી.
જ્યારે આજે સવારથી જ પવનનો જરાય અહેસાસ થતો નથી ઉપરાંત ગરમી વધતા વાતાવરણમાં બફારો એકદમ વધી ગયો છે. કામ વિના લોકો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.