હળવદમાં માર્કેટ યાર્ડની વેપારી પેઢીએ 10 કરોડનું ફૂલેકું ફેરવતા હરાજી બંધ
ખેડૂતો-કમિશન એજન્ટોના લાખો રૂપિયા ફસાયા બહારગામના ખેડૂતોને ધરમધક્કો થયો : પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ
હળવદ, : હળવદ માર્કેટિંગ યાર્ડ મોખરાનું સ્થાન ધરાવે છે હળવદ તાલુકા ઉપરાંત આજુબાજુના લોકો પણ પોતાની જણસી વેચવા હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવે છે ત્યારે સોમવારે માર્કેટિંગ યાર્ડ ખૂલતાની સાથે જ એક પેઢીએ વેપારીઓ કમિશન એજન્ટ ખેડૂતોઓ નું કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવયાના સમાચાર વાયુવેગે ફેલાતા વેપારી મિત્રો હરાજીનું કાર્ય મોકુફ રાખી માર્કેટીંગ યાર્ડની ઓફિસ ખાતે રજૂઆત કરવા દોડી ગયા હતા, હરરાજી કાર્ય થી અળગા રહ્યા હતા.
અહીંની વેપારી પેઢીનું ઉઠમણું થતાં વેપારીઓ કમિશન એજન્ટ ખેડૂતોઓ નું કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવતા હરાજી બંધ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા ઓફીસમાં રજૂઆત કરવા દોડી આવ્યા હતા. ખેડૂતોનો માલ યાર્ડમાં હરાજી બંધ રહેતા અટવાયો હતો.ગામડા માંથી આવેલ ખેડુતો ઓ ધરમધકકો ખાવો પડયો હતો. હજુ સુધી પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. એક પેઢી દ્વારા કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવતા વેપારી કમિશન એજન્ટ અને ખેડૂતોઓને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો હતો. આ ફૂલેકામાં માર્કેટિંગ યાર્ડ ની દુકાનનું કેટલું છે? વેપારીનું કેટલું છે ? બહારનું એટલે કે ગામાડાનુ કેટલું છે? વેપારીનું પોતાનું કેટલું છે તે તો આગામી દિવસમાં ફરીયાદ થાય પછી સાચી ખબર પડશે. માર્કેટીંગ યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે યાર્ડના ડિરેક્ટર સાથે બેઠક કરી આ બાબતે નિર્ણય લેવા આવશે. યાડ હંમેશા વેપારી અને ખેડૂતોઓના હીત માટે હરહંમેશ સાથેજ રહેશે.