Get The App

મગફળીના બમ્પર ઉત્પાદન બાદ ગુજરાતમાં સિંગતેલ સસ્તું, 3 વર્ષે ડબાનો ભાવ રેકોર્ડ તળીયે

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
મગફળીના બમ્પર ઉત્પાદન બાદ ગુજરાતમાં સિંગતેલ સસ્તું, 3 વર્ષે ડબાનો ભાવ રેકોર્ડ તળીયે 1 - image


Groundnut Oil News : મગફળી ઉત્પાદનમાં સમગ્ર દેશમાં નં. 1 અને દેશની 46 ટકાથી વધુ મગફળી પકવતા ગુજરાતમાં ગત વર્ષોમા લોકોને મોંઘુદાટ સિંગતેલ વેચ્યા બાદ ત્રણ વર્ષ બાદ ગુજરાતીઓને વાજબી ભાવે સિંગતેલ મળતું થયું છે. રાજકોટ તેલબજારમાં એક સપ્તાહમાં રૂ. 70નો ઘટાડો થઈને ગઈકાલે 15 કિલો ડબ્બો ઐતહાસિક તળિયે પહોંચ્યા બાદ આજે કરેક્શન બાદ રૂ. 2275- 2325ના ભાવે સોદા પડયા હતા. જથ્થાબંધ વેપારી સૂત્રોએ જણાવ્યું કે ઈ.સ. 2022 પછી સિંગતેલ આટલા નીચા ભાવ પર આવ્યું છે. અગાઉ રૂ. 3000 સુધી ભાવ પહોચ્યાં હતાં. અને ચાલુ વર્ષના આરંભે જાન્યુઆરીમાં પણ રૂ. 2500 આસપાસ ભાવ ટક્યા હતાં. જેમાં હાલ 200નો વધુ ઘટાડો થયો છે.

ગુજરાતમાં ગત ચોમાસામાં વ્યાપક વરસાદથી તા. 14-10-2024ના ખેતીવાડીની ખરીફ સીઝન પૂરી થઈ ત્યારે રાજ્યમાં 19.08 લાખ હેક્ટરમાં મગફળીના બીજ રોપાયા હતા. જેના પગલે ઈ.સ. 2024-25માં સત્તાવાર દ્વિતીય પ્રગતિશીલ અંદાજ મૂજબ રાજ્યમાં 50.72 લાખ ટન મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન નોંધાયું છે.સમગ્ર દેશમાં અપેડા મૂજબ ઈ.સ. 2023-24માં 101.80 લાખ ટન મગફળીના ઉત્પાદનમાં નં. 1 રાજ્ય ગુજરાતનો હિસ્સો 45.62 ટકા હતો અને રાજ્યના કૂલ ઉત્પાદનમાં આશરે 75 ટકા માત્ર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં થાય છે. 

સરકારે 12 લાખ ટનથી વધારે મગફળીની ટેકાના ભાવ મણના આશરે રૂ. 1356ના ભાવે ખરીદ કરી હતી જે અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી ગણાઈ છે. પરંતુ, આ ખરીદી એ કૂલ ઉત્પાદનના પચીસ ટકા છે. આમ, 37 લાખ ટનથી વધુ મગફળી હજુ ખેડૂતો પાસે પડી છે જે વેચવા માટે યાર્ડમાં હજુ ઠલવાઈ રહી છે. યાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ મણ રૂ. 850થી 1250 ખેડૂતોને મળે છે. ગત વર્ષે રૂ. 3000ની સપાટીએ પહોંચેલા સિંગતેલનું સ્થાનિક વેચાણ ઘટીને કૂલ ખાદ્યતેલોમાં માત્ર 10-15 ટકા થઈ ગયું હતું તે હવે 25થી 30 ટકા સુધી વધી ગયું છે.   સૌરાષ્ટ્રની તેલબજારમાં જુના ડબ્બામાં વેચાણ ફરી ચાલુ કરાયું છે અને આ તેલનો ડબ્બો રૂટીન ભાવ કરતા રૂ. 50 સસ્તો હોય છે. ઉલ્લેખનીય છે કે  તેલના નવા ડબ્બામાં 15 કિલો તેલનો ભાવ મહત્તમ રૂ. 2325 છે જ્યારે કેટલાક મિલરો 15 લિટરના ડબ્બા વેચે છે જેના ભાવ રૂ. 180 ઓછા હોય છે. આજે તેલબજારમાં સિંગતેલના રૂ. 2325 સામે કપાસિયા તેલના રૂ. 2240 એટલે કે માત્ર રૂ. 85નો ફરક છે અને છૂટકમાં બ્રાન્ડેડે કપાસિયા સિંગતેલની લગભગ સમાન વેચાઈ રહ્યું છે. 

Tags :