Get The App

કોર્પોરેશનની 298 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત

શહેરી બસ સેવા માટે વાહન વ્યવહાર મેનેજરની પણ નિમણુંક કરાશે

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
કોર્પોરેશનની 298 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત 1 - image


કોર્પોરેશન દ્વારા ટેકનિકલ તથા નોન-ટેકનિકલ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

વહીવટી આયોજન અનુસાર, વર્ગ-1ના ટેકનિકલ સંવર્ગ માટે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આઇઆઇટી દ્વારા લેવામાં આવશે, જ્યારે નોન-ટેકનિકલ સંવર્ગ માટે જીપીએસસી મારફતે પરીક્ષા યોજાશે. તે જ રીતે વર્ગ-3ની ખાલી જગ્યાઓ માટે જીએસએસએસબી દ્વારા પરીક્ષા લેવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં સીટી એન્જિનિયર, એડીશનલ સીટી એન્જિનિયર, કાર્યપાલક ઇજનેર અને આસિ. મ્યુ. કમિશનરની જગ્યાઓ ઝડપથી ભરાઈ શકશે. કોર્પોરેશને આગામી સમયમાં કુલ 298 જગ્યાઓ ભરવાની જાહેરાત કરી છે. તેમજ તંત્ર દ્વારા મેડિકલ ઓફિસર, સબ સેનિટરી ઇન્સ્પેક્ટર, મલ્ટી પર્પઝ વર્કર અને ફાયરમેન સંવર્ગમાં પ્રતિક્ષાયાદીના 29 ઉમેદવારોને નિમણૂક હુકમો પણ જારી કરવામાં આવ્યા છે. બાકી રહેલા પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને ટૂંક સમયમાં નિમણૂક આપવામાં આવશે. આ ઉપરાંત વડોદરા શહેરનો હદ વિસ્તાર વધીને 216 ચો.કિ.મી. થયો છે. જેથી નાગરિકોને અસરકારક રીતે શહેરી બસ સેવા મળી રહે તે માટે જી.પી.એમ.સી. એક્ટની જોગવાઈ મુજબ વાહન વ્યવહાર મેનેજરની નવી જગ્યા ઊભી કરવાની પ્રક્રિયા પણ વિચારણા હેઠળ છે.
Tags :