એમ.એસ. યુનિવર્સિટીમાં જીકાસ હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૃ કરાઈ
તા.૨૦ એપ્રિલ સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂરી કરાશે સ્થાનિક વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન વધુ થયું
વડોદરા,એમ.એસ. યુનિવર્સિટીમાં જીકાસ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હાલ આ પ્રવેશ પ્રક્રિયા હેઠળ જે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થયા છે, તેમાંથી મોટાભાગના સ્થાનિક છે. તા.૨૦ એપ્રિલ સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા રાજ્ય સરકારે કહ્યું છે.
હાલ જીકાસ હેઠળમાં સ્થાનિક વિદ્યાર્થીઓનું સૌથી વધુ સંખ્યામાં રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. જો કે વડોદરા બહારના વિદ્યાર્થીઓની સંખ્યા થોડી ઘણી છે, અને ગુજરાત બહારના વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે. જીકાસ હેઠળ રજિસ્ટ્રેશન ઉપરાંત એન્ટ્રન્સ ટેસ્ટ માટે અલગ ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની હોય છે.
જીકાસની કામગીરીમાં શિક્ષકો વ્યસ્ત હોવાના કારણે વિવિધ ફેકલ્ટીની ઈન્ટર્નલ અને એક્સટર્નલ તેમજ એટીકેટીની પરીક્ષામાં મુશ્કેલી ઊભી થાય તેવી સ્થિતિ છે. કારણ કે શિક્ષકોને પ્રેસની, પેપર લેવા મુકવા તેમજ વિજિલન્સ સહિતની કામગીરી પણ આપવામાં આવે છે.
હાલ યુનિ.માં શૈક્ષણિક સ્ટાફની આશરે ૮૦૦ જગ્યા ખાલી છે, અને તેની અસર પણ કામગીરી પર વર્તાઈ રહી છે.