Get The App

જામનગર પાલિકાની મુદ્દત ગઈકાલે સાંજે પૂર્ણ થઈ જતાં વહીવટદાર દ્વારા ચાર્જ સંભાળી લેવાયો

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર પાલિકાની મુદ્દત ગઈકાલે સાંજે પૂર્ણ થઈ જતાં વહીવટદાર દ્વારા ચાર્જ સંભાળી લેવાયો 1 - image

Jamnagar Corporation : ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની મુદત ગઈકાલે પૂર્ણ થઈ હોવાથી ગઈકાલે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં વહીવટદારનું શાસન લાગુ પડી ગયું છે, અને રાજ્ય સરકાર તરફથી નિમાયેલા આરતી કંવર વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે. મહાનગરપાલિકાની મેયરની ચેમ્બર ડેપ્યુટી મેયરની ચેમ્બર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાશક જૂથના નેતા, દંડક અને વીપક્ષના નેતા સહિતના તમામ પદાધિકારીઓની ચેમ્બરની બહારથી નેઇમ પ્લેટને દૂર કરી લેવામાં આવી છે, અને હવે એક પણ હોદ્દેદાર પોતાની ચેર પર બેસીને વહીવટ કરી શકશે નહીં.

આ ઉપરાંત મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક જૂથના નેતા, અને વિરોધ પક્ષના નેતા વગેરેના કુલ 5 સરકારી વાહનો કે જેને ગ્રાઉન્ડ કરી દેવાયા છે, અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે. વહીવટદાર આરતી કંવર દ્વારા જામનગરના મેયરની ચેમ્બરમાં આગળની કાર્યવાહી ચલાવવામાં આવશે.