Get The App

NCUIમાં વહીવટદારની નિમણૂંક થતાં સાંઘાણીએ વહેલી ચૂંટણીની માગણી કરી

નવા વહીવટદારને તત્કાળ સંસ્થાના વહીવટદાર તરીકેની કામગીરી સોંપી દેવાઈ

બોર્ડની મુદત પૂરી થાય તે પહેલા જ ચૂંટણી યોજવાની પ્રક્રિયાનું પાલન ન થતાં વહીવટદાર મૂકાયા

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
NCUIમાં વહીવટદારની નિમણૂંક થતાં સાંઘાણીએ વહેલી ચૂંટણીની માગણી કરી 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર

સમગ્ર દેશની સહકારી સંસ્થાઓને સહયોગ આપતીનેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયાની ચૂંટણીમાં વિલંબ થવાને કારણે કેન્દ્ર સરકારે સંસ્થામાં એડમિનિસ્ટ્રેટર-વહીવટદારની નિમણૂંક કરી છે. હાલની ગવનગ કાઉન્સિલનો કાર્યકાળ ૨૨ નવેમ્બર ૨૦૨૫ ના રોજ પૂર્ણ થયો હતો. હજી સુધી એન.સી.યુ.આઈ.ની ચૂંટણી કરવાની પ્રક્રિયાનો સંસ્થાએ આરંભ જ ન કર્યો હોવાથી વહીવટદાર તરીકે સિદ્દાર્થ જૈનને મૂકી દેવામાં આવ્યા છે.

નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયાની ચૂંટણી યોજવાની પ્રક્રિયામાં વિલંબ થવાને કારણે કેન્દ્ર સરકારે સંસ્થામાં વહીવટદાર-એડમિનિસ્ટ્રેટરની નિમણૂંક કરી છે. હાલની ગવનગ કાઉન્સિલનો કાર્યકાળ ૨૨ નવેમ્બર ૨૦૨૫ ના રોજ પૂર્ણ થયો હતો. કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં સંસ્થાની ચૂંટણી યોજવાનું કોઈ જ પગલું ન લેવામાં આવતા સંસથાનું સંચાલન કરવાની જવાબદારી વહીવટદારને સોંપી દેવામાં આવી છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા પદાધિકારીઓની મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે સહકાર મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી અને મલ્ટી સ્ટેટ કોઓપરેટીવ સોસાયટી એક્ટ ૨૦૦૨ની કલમ ૧૨૩(૧) હેઠળ એડમિનિસ્ટ્રેટર તરીકે નિમવામાં આવ્યા છે. આ નિમણૂંક તાત્કાલિક અસરથી અમલમાં આવી છે અને તેનો સમયગાળો મહત્તમ છ મહિના રહેશે. આ સમયગાળા દરમિયાન એડમિનિસ્ટ્રેટર સંસ્થાના કાર્યો સંભાળશે અને કાયદા મુજબ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. 

એનસીયુઆઈમાં વહીવટદાર તરીકે નિયુક્ત થયેલા સિદ્ધાર્થ જૈનનો પ્રશાસનિક અનુભવ ઘણો મોટો છે. સિદ્ધાર્થ જૈન એક વરિ આઈએએસ અધિકારી છે. તેમણે કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ડિરેક્ટર ઓફ પોર્ટ્સ, રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ્સ કમિશનર તથા સિવિલ સપ્લાય કમિશનર તરીકે મહત્વની જવાબદારીઓ સંભાળી છે. તેઓ પ્રશાસન અને સહકારી ક્ષેત્રની નીતિ બાબતે અનુભવી ગણાય છે.

સરકારને કાયદાકીય જોગવાઈઓ અનુસાર પગલું લેવાની ફરજ પડી છે. મલ્ટી સ્ટેટ કોઓપરિટીવ સોસાયટી એક્ટ, ૨૦૦૨ મુજબ, જો બોર્ડનો કાર્યકાળ પૂર્ણ થયા પછી નવી બોર્ડની ચૂંટણી ન થાય તો જૂનું બોર્ડ ચાલુ રહી શકતું નથી. આ સ્થિતિમાં એડમિનિસ્ટ્રેટરની નિમણૂંક ફરજિયાત બને છે. તેથી જ એનસીયુઆઈ-નેશનલ કોઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયાની ગવનગ કાઉન્સિલને સ્થગિત કરીને એડમિનિસ્ટ્રેટર નિમવામાં આવ્યા છે. વહીવટદાર ગવનગ કાઉન્સિલની આગામી ચૂંટણી માટે સહકાર ચૂંટણી પ્રાધિકરણને જરૃરી સહાય કરશે.

એનસીયુઆઈ સમયસર નવા બોર્ડની ચૂંટણી કરી શક્યું નહોતું, કારણ કે બાયલોઝમાં સુધારા કરવામાં વિલંબ થયો હતો. તેમ જ સેન્ટ્રલ રજિસ્ટ્રાર તરફથી મંજૂરીઓ મળવામાં પણ થોડો વિલંબ થયો હતો. ઉપરાંત સહકાર ભારતી એ સૂચિત સુારાઓ પર વાંધો ઉઠાવ્યા હતા અને નેશલલ કોઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયાની લોકશાહી પરંપરા જાળવવા મંત્રાલયના હસ્તક્ષેપની માગ કરી હતી. આ અંગે બોલતા એનસીયુઆઈના વર્તમાન ચેરમેન દિલીપ સાંઘાણીએ જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં દિલ્હી જઈ કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને મળશે. તેમને વિનંતી કરીશ કે એનસીયુઆઈની ચૂંટણી શક્ય તેટલી વહેલી યોજવામાં આવે તે જરૃરી છે.