Get The App

વડોદરા કોર્પોરેશનની હદ અને વસ્તી વધતાં વહીવટી વોર્ડની પુનઃ રચના કરાશે

Updated: Jan 11th, 2022

GS TEAM


Google News
Google News
વડોદરા  કોર્પોરેશનની હદ અને વસ્તી વધતાં વહીવટી વોર્ડની પુનઃ રચના કરાશે 1 - image


- હાલ 12 વહીવટી વોર્ડ છે તે વધીને 19 થશે 

- ચૂંટણી વોર્ડ મુજબ વહીવટી વોર્ડ રહેશે

વડોદરા: 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની હદમાં અને વસ્તીમાં વધારો થવાના કારણે લોકોની કોર્પોરેશનની લગતી ફરિયાદો નો નિકાલ ઝડપથી થાય તે માટે કોર્પોરેશનના વહીવટી વોર્ડ માં વધારો કરવામાં આવનાર છે હાલ 12 વહીવટી વોર્ડ છે તે વધારીને 19 કરવામાં આવશે વહીવટી વોર્ડની પુનઃ રચના કેવી રીતે કરાશે કે ચૂંટણી વોર્ડ અને વહીવટી વોર્ડનો નંબર સરખો જ રહેશે જેથી કરીને લોકોને હાલ જે ગૂંચવાડો થાય છે તેમાંથી મુક્તિ મળશે આ સંદર્ભે સ્ટેન્ડિંગ કમિટીમાં એક દરખાસ્ત રજૂ કરવામાં આવી છે જોકે શહેરમાં હાલ કોર્પોરેશનના 4 ઝોન છે તેમાં કોઇ વધારો નહીં થાય .વર્ષ 2006માં વડોદરા શહેરનો વિસ્તાર 158 .60 ચોરસ કિલોમીટર હતો. જેમાં કોર્પોરેશનના 12 વહીવટી વોર્ડનો સમાવેશ કરાયો હતો . હાલમાં પૂર્વ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર 1, 2 અને 9 છે. પશ્ચિમ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર 6 ,10 અને 11 છે .ઉત્તર ઝોનમાં વહીવટી વોર્ડ 5,7  અને 8 છે. જ્યારે દક્ષિણ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર 3, 4 અને 12 નો સમાવેશ થાય છે. વડોદરા કોર્પોરેશનની હદમાં વર્ષ 2015માં દરજીપુરા ગામના અમુક વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  2019 માં આઉટ ગ્રોથ વિસ્તારના ગોરવા, હરણી, સમા, તરસાલી, બાપોદ તથા કલાલી ના અમુક રેવન્યુ સર્વે નંબર નો 17.454 ચોરસ કિલોમીટર વિસ્તાર  કોર્પોરેશનની હદમાં સામેલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2020માં ભા યલી, સેવાસી, બિલ, ઉંડેરા, કરોળિયા ,વડદલા ગામ ના 39. 41 ચોરસ કિલોમીટરના વિસ્તારને કોર્પોરેશનમાં સમાવી લેવામાં આવ્યો હતો. આમ, 2006 બાદ વડોદરા કોર્પોરેશનની હદમાં 57.48 ચોરસ કિલોમીટરનો સમાવેશ થયો છે. જેથી કોર્પોરેશનની હદ 158.60  ચોરસ કિલોમીટરથી વધીને 216.08 ચોરસ કિલોમીટર થતા હાલ જે ચાર ઝોન અને વહીવટી વોર્ડ નંબર 12 છે તેની પુનઃરચના કરી વધુ 7 નવા વહીવટી વોર્ડ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.

ચૂંટણી વોર્ડ મુજબ વહીવટી વોર્ડ કરવા વિચાર્યું છે ,ત્યારે 19 ચૂંટણી વોર્ડ મુજબ 19 વહીવટી વોર્ડ કરવામાં આવશે. ઉત્તર ઝોન માટે વહીવટી વોર્ડ નંબર 1, 2, 3 ,7 અને 13 નો સમાવેશ થશે .જેની વસ્તી 435914 ની રહેશે જ્યારે વિસ્તાર 45.05  ચોરસ કિલોમીટર રહેશે. પૂર્વ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર 4,5,6,14 અને 15 રહેશે. જેની કુલ વસ્તી 456753  રહેશે અને  વિસ્તાર 36.69 ચોરસ કિલોમીટર બનશે. પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12 રહેશે. જેની કુલ વસ્તી 487117 અને વિસ્તાર 81.54 ચોરસ કિલોમીટર રહેશે. દક્ષિણ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર 16, 17, 18 અને 19 નો સમાવેશ થશે. જેની કુલ વસ્તી 362007  અને વિસ્તાર 52.80 ચોરસ કિલોમીટર બનશે. આમ ,19 ચૂંટણી વોર્ડ અને 19 વહીવટી વોર્ડની કુલ વસ્તી વર્ષ 2011ની ગણતરી મુજબ 1741791 અને વિસ્તાર 216.08 ચોરસ કિલોમીટરનો બનશે.

Tags :