આદિત્ય L-1 મિશનના સીનીયર સંશોધક ડો. થમ્પી રાજકોટનાં સ્કોલર
ડો.સતીષ થમ્પીને ન્યુક્લીયર સાયન્સમાં સંશોધન કરવા ફેલોશિપ મળી હતી : 'પ્લાઝમા એનેલાઇઝર પેકેજ ફોર આદિત્ય'ના પ્રણેતા ડો. થમ્પી સૌરાષ્ટ્ર યુનિ.ના ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓને મળવા રાજકોટ આવશે
રાજકોટ, : આદિત્ય એલ-1નાં અવકાશગમન પ્રોજેક્ટ સાથે રાજકોટમાં એમએસસી સુધીનો અભ્યાસ પુરો કર્યા બાદ પીએચડી કરનારા મુળ દક્ષિણ ભારતના ડો. સતીષ થમ્પીનું યોગદાન ઘણું મોટુ રહ્યું છે. તેઓએ આદિત્ય એલ-૧ મિશનમાં પ્લાઝમા એનેલાઇઝર પેકેજ ફોર આદિત્ય ડેવલપ કરીને અવકાશમાં તરતુ મુક્યું છે. જેના થકી સુર્યમાંથી ઉત્પન્ન થતા પ્લાઝમાનાં તોફાનથી પૃથ્વીને સુરક્ષિત કઇ રીતે રાખી શકાય ? તેની જાણકારી સૌપ્રથમ મળી શકશે.
આદિત્ય એલ-1 મિશનના ગૌરવશાળી પ્રોજેક્ટની સામે જોડાયેલા અવકાશ વિજ્ઞાાનની સંશોધક ડો. સતીષ થમ્પી અહીં રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિ.માં ફિઝીક્સ ભવનમાં એમએસી પુરુ કરીને પીએચડીની પદવી તેઓએ અહીંની યુનિવર્સિટીમાંથી મેળવી હતી. સુપર કન્ડક્ટીવીટી અર્થાત પદાર્થની અતિવાહકતા વિષય ઉપર તેઓ ડોક્ટરેટ થયા હતા. વર્ષ 2001માં પીએચડી પુરું કર્યા બાદ તેઓ ફિઝીકલ સર્ચ લેબોરેટરીમાં વૈજ્ઞાાનિક તરીકે જોડાયા હતાં. ત્યારબાદ તેઓએ અવકાશ વિજ્ઞાાન ક્ષેત્રે સંશોધન કરવા માટે ત્રિવેન્દ્રમમાં ઇસરોની પસંદગી કરી હતી.
સૌરાષ્ટ્ર યુનિ.નાં ફિઝીક્સ ભવનનાં પ્રવર્તમાન થડંર અને એસમ્પના ડો. થમ્પીના સંશોધક મિત્ર એવા ડો. નિકેશ શાહે જણાવ્યું હતું કે ડો. સતીષ થમ્પી સૌરાષ્ટ્ર યુનિ.ની હોસ્ટેલમાં રહીને જ ભણ્યા. ફિઝીક્સ ભવનમાં વિદ્યાર્થી હતા ત્યારે તેઓને બેઝીક રીસર્ચ ફેર ્યુક્લીયર સાયન્સનાં પ્રોજેક્ટ માટે ડીપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી ડીપાર્ટમેન્ટ, નવી દિલ્હીથી ખાસ ફેલોશીપ મળી હતી. તેમના એક ભાઈ પણ સાયન્ટીસ્ટ હતા.
સૌરાષ્ટ્ર યુનિ. સાથે ચાર વર્ષ કે તેથી વધુ સમય સુધી જોડાયેલા ડો. થમ્પી આજે આદીત્ય એલ-1 મિશનની એક્સપર્ટ પેનલમાં પ્રથમ પંકિતના સ્પેસ સાયન્ટીસ્ટ તરીકે રહ્યા હોવાથી તેઓને સૌરાષ્ટ્ર યુનિ.નાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપનું નિમંત્રણ આપવામાં આવતા તેઓએ આગામી ઓક્ટોબર કે નવેમ્બર માસ દરમિયાન રાજકોટ આવવાની ખાત્રી આપી હોવાનું ડો. નિકેશ શાહે જણાવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિ.નાં ફિઝિક્સ ભવનમાં અનુસ્નાતક થયા બાદ ડો. ચિંતન જેઠવા મુંબઈમાં ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ જીઓમેગ્નેટીક્સમાં રીસર્ચ એસોસીએટ તરીકે કામ કરે છે. ડો. નિમિત્ત ગોધાણી તેમજ અન્ય વિદ્યાર્થી અહીંથી ભણીને અવકાશ વિજ્ઞાાન ક્ષેત્રે એક સંશોધક તરીકે ઉજ્જવળ કારકિર્દી ધરાવતા હોવાનું જણાવાયું હતું.