Get The App

આદિના મસ્જિદ કે આદિનાથ દેરાસર?

પૂર્વ ક્રિકેટર-ટીએમસી સાંસદ યુસુફ પઠાણની પોસ્ટથી ફરી મોટો વિવાદ સર્જયો

સોશિયલ મીડિયામાં યુસુફ પઠાણ જબરજસ્ત ટ્રોલ થયો : મુસ્લિમ શાસકોએ આદિનાથ દેરાસર તોડી, મસ્જિદ બનાવી હતી

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
આદિના મસ્જિદ કે આદિનાથ દેરાસર? 1 - image


પશ્ચિમ બંગાળના માલદામાં આવેલી આદિના મસ્જિદ તેના ઐતિહાસિક વૈભવ માટે નહીં, પરંતુ તેની પાછળનું સત્ય શું છે તેના માટે ફરી ચર્ચામાં આવી છે. ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે આદિના મસ્જિદની મુલાકાત અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ ભારે ઊહાપોહ સર્જાયો છે. પોસ્ટ પર યુઝર્સ અને બીજેપીએ દાવો કર્યો હતો કે, મુસ્લિમ શાસકોએ આદિનાથ મંદિર તોડી મસ્જિદ બનાવી હતી.

આદિના મસ્જિદ કે આદિનાથ દેરાસર? 2 - image

યુસુફ પઠાણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી લખ્યું હતું કે, આદિના મસ્જિદ ૧૪મી સદીમાં ઇલ્યાસ શાહી વંશના બીજા શાસક સુલતાન સિકંદર શાહ દ્વારા બનાવવામાં આવેલી એક ઐતિહાસિક મસ્જિદ છે. તે સમયે ભારતીય ઉપખંડની સૌથી મોટી મસ્જિદ હતી. જે આ પ્રદેશની સ્થાપત્ય ભવ્યતા દર્શાવે છે. આ પોસ્ટ પર યુઝર્સ તરફથી નોંધપાત્ર પ્રતિક્રિયાઓ આવી છે. મસ્જિદની દીવાલો પર શિલ્પોની તસવીરો શૅર કરતા એક યુઝરે લખ્યું હતું કે, પ્રિય યુસુફ પઠાણ, તમે સૌથી મોટા હિન્દુ મંદિરોમાંના એક આદિનાથ મંદિરના મેદાનમાં ઉભા છો. જેને ઇસ્લામિક આક્રમણકારો દ્વારા કબ્જે કરવામાં આવ્યું હતું. અન્ય યુઝર્સે આદિના મસ્જિદની દીવાલ પ૨ કોતરણીની તસવીર શૅર કરી લખ્યું છે, મસ્જિદની દીવાલો પરની આ આકર્ષક કલાકૃતિઓ જુઓ, જે ભગવાન ગણેશની યાદ અપાવે તેવી આકૃતિ છે. આ મુદ્દો હવેમાત્ર ઐતિહાસિક નથી રહ્યો, પરંતુ તેણે રાજકીય વળાંક પણ લીધો છે. આ મુદ્દે પ.બંગાળ ભાજપ પણ વચ્ચે કૂદયું છે. અને ભાજપે રિ-ટ્વિટ કરી લખ્યું છે કે, આદિનાથ મંદિર. યુસુફ પઠાણ પર એક બીજી ટીકા પણ કરવામાં આવી છે કે, તેઓ વડોદરામાં સરકારી જમીન ૫૨ ગેરકાયદેસરથી કબજો જમાવી બેઠા છે અને હાઈકોર્ટનો હુકમ હોવા છતાં જમીનનો કબ્જો છોડતા નથી.

આદિના મસ્જિદ કે આદિનાથ દેરાસર? 3 - image

Tags :