ગાંધીધામ, જામનગર સહિત ચાર જોડી ટ્રેનોમાં શ્રીમાતા વૈષ્ણોદેવી કતરા માટે વધારાના કોચ જોડાશે

પ્રતિનિધિ દ્વારા, સુરત, તા. 19 માર્ચ 2022, શનિવાર
શ્રીમાતા વૈષ્ણોદેવી કતરા સુધી ચાલતી વિવિધ ૪ જોડી ટ્રેનોમાં પશ્ચિમ રેલવેએ જુલાઈથી વધારાના ફર્સ્ટ ક્લાસ એસી, થ્રી ટાયર એસી અને જનરલ કોચ પ્રવાસીઓની સુવિધા માટે જોડવાનું નક્કી કર્યું છે.
ગાંધીધામ, જામનગર, હાપા અને બાંદ્રાથી ઊપડતી શ્રીમાતા વૈષ્ણોદેવી કતરા માટેની ૪ જોડી ટ્રેનોમાં વધારાના કોચ જોડાતાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવામાં મદદ થશે. આ ટ્રેનોમાં અન્ય કોચ ઉપરાંત વધારાના એસી ફર્સ્ટ ક્લાસ કોચ ઉમેરીને ટ્રેનોના માળખામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
ટ્રેન (12471/12472) બાંદ્રા ટર્મિનસ-શ્રીમાતા વૈષ્ણો દેવી કટરા સ્વરાજ એક્સપ્રેસને એક એસી ફર્સ્ટ ક્લાસ, એક એસી 3-ટાયર અને બે જનરલ સેકન્ડ ક્લાસ કોચ સાથે વધારવામાં આવશે. આ વધારાના કોચને તા. 8મી જુલાઈથી બાંદ્રા ટર્મિનસ અને તા. 6ઠ્ઠી જુલાઈથી શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા સાથે જોડવામાં આવશે.
ટ્રેન (12473/12474) ગાંધીધામ-શ્રીમાતા વૈષ્ણો દેવી કટરા સર્વોદય એક્સપ્રેસને એક એસી ફર્સ્ટ ક્લાસ, એક એસી 3-ટાયર અને બે જનરલ સેકન્ડ ક્લાસ કોચ સાથે વધારવામાં આવશે. આ વધારાના કોચને તા. 9મી જુલાઈથી ગાંધીધામ અને તા.7મી જુલાઈથી શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા સાથે જોડવામાં આવશે. ટ્રેન (12475/12476) હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસને એક એસી ફર્સ્ટ ક્લાસ, એક એસી 3-ટાયર અને બે જનરલ સેકન્ડ ક્લાસ કોચ સાથે વધારવામાં આવશે. આ વધારાના કોચ તા.12મી જુલાઈથી હાપા અને તા. 11મી જુલાઈથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાથે જોડવામાં આવશે.
ટ્રેન (12477/12478) જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસને એક એસી ફર્સ્ટ ક્લાસ, એક એસી 3-ટાયર કોચ અને બે જનરલ સેકન્ડ ક્લાસ કોચ સાથે વધારવામાં આવશે. આ વધારાના કોચ તા. 13મી જુલાઈથી જામનગર અને તા. 10મી જુલાઈથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સાથે જોડવામાં આવશે.
ટ્રેન નંબર 12471, 12473, 12475 અને 12477 માટે AC ફર્સ્ટ ક્લાસનું બુકિંગ તા. 20 માર્ચથી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે, એમ પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે કહ્યું હતું.