રાશન કાર્ડમાં તમારૂ, પત્ની અથવા દિકરાનું નામ હટાવી દેવાયુ હોય તો આ સરળ રીત ફરી ઉમેરો
અમદાવાદ, તા. 7 સપ્ટેમ્બર 2020, સોમવાર
જો તમારુ રાશન કાર્ડ રદ્દ કરી દેવામાં આવ્યું છે અથવા તો લિસ્ટમાંથી તમારા નામ પર કાતર ફરી ગઇ છે તો ગભરાવાની જરૂર નથી. મોદી સરકાર આવા લોકોને મોકો આપવા જઇ રહી છે. રાજ્ય સરકારો દ્વારા નવુ રાશન કાર્ડ બનાવવાની પ્રક્રિયામાં કેટલાક લોકોના નામ પર કાતર ફરી ગઇ છે. જેનુ નામ લિસ્ટમાંથી કપાઇ ગયુ છે તે હવે ફરી એકવાર દાવો કરીને પોતાનું નામ ઉમેરી શકે છે.
ઘણા કારણોથી તમારુ નામ રાશન કાર્ડમાંથી હટાવવામાં આવી શકે છે. જેમ કે તમારુ નામ કોઇ બીજા રાશન કાર્ડમાં પહેલાથી જ હોય, આધાર કાર્ડન નંબર તમારા રાશન કાર્ડ સાથે લિંક ન હોય, તમારા રાશન કાર્ડના મુખિયાનું મૃત્યુ થઇ જવા પર તમારુ નામ રાશન કાર્ડમાંથી હટાવવામાં આવી શકે છે. આવી પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી અને રાશન કાર્ડ માટે ફરીથી અરજી કરીને રાશન કાર્ડ બનાવડાવી શકો છો. તેની સાથે તમે લગ્ન બાદ પત્ની અથવા સંતાનોના જન્મ બાદ તેમનુ પણ નામ ઉમેરી શકો છો.
આ રીતે ફરીથી બનાવડાવો નવુ રાશન કાર્ડ
જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે દેશભરમાં વન નેશન વન રાશનકાર્ડ પોર્ટેબિલિટી સુવિધા લાગુ કરી દીધી છે. અત્યાર સુધી આ સુવિધાથી દેશના 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ સામેલ થઇ ચુક્યા છે. આ સુવિધા દ્વારા ઉપભોક્તાઓને હવે અન્ય રાજ્યોમાં પણ રાશન મળી શકે છે. તેના માટે હવે તે વ્યક્તિનું તે રાજ્યનું નિવાસી હોવુ જરૂરી નથી. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશના લોકોને હવે કોઇપણ રાજ્યમાં રાશન સરળતાથી મળી શકે છે.
આ કારણે કપાઇ શકે છે નામ
- તમારુ નામ કોઇ બીજા રાશનકાર્ડમાં પહેલાથી જ હોય
- આધાર કાર્ડનો નંબર તમારા રાશન કાર્ડ સાથે લિંક ન હોય
- તમારા રાશન કાર્ડના મુખિયાનું મોત થઇ ગયુ હોય તો તમારુ નામ રાશન કાર્ડમાંથી હટાવવામાં આવી શકે છે.
ફરીથી જોડી શકો છો રાશન કાર્ડમાં તમારુ નામ
જો રાશન કાર્ડમાંથી કોઇ વ્યક્તિનું નામ હટાવવામાં આવ્યું હોય તો તેનું આધાર કાર્ડ અને પોતાનુ નામ જે રાશન કાર્ડમાં જોડવાનું છે, તે કાર્ડની ફોટો કૉપી લઇને નજીકના સીએસસી કેન્દ્ર અથવા જન સુવિધા કેન્દ્રમાં જઇને તમારુ નામ જોડી શકો છો. ત્યાંથી તમને જે રિસિપ્ટ મળશે તેને તહેસીલમાં જમા કરવા માટે કેટલાક દિવસો બાદ તમારા રાશન કાર્ડમાં તે વ્યક્તિનું નામ જોડાઇ જશે.
રાશન કાર્ડમાં નવુ નામ પણ જોડી શકાય છે
તમે તમારા રાશન કાર્ડમાં નવા સભ્યોનું નામ પણ જોડી શકો છો. નવા સભ્યનુ નામ બે રીતે જોડી શકાય છે. પહેલુ, નવજાત બાળક અને બીજુ, પત્ની જે લગ્ન બાદ તમારા અથવા તમારા પરિવારના કોઇ સભ્ય સાથે જોડાયા છે.
લગ્ન બાદ આ રીતે બનાવડાવો નવુ રાશન કાર્ડ
તમારે તમારી પત્નીનું નામ રાશન કાર્ડમાં જોડાવુ હોય તો તમારી પાસે બે ઓપ્શન છે. પહેલો, સૌપ્રથમ તમે બંને અલગ-અલગ તમારુ એક રાશન કાર્ડ બનાવડાવી લો અથવા તો પત્નીના આધાર કાર્ડમાં સુધારા કરાવો. આધાર કાર્ડમાંથી તમારી પત્નીના પિતાના બદલે પતિ એટલે કે તમારુ નામ રજીસ્ટર કરાવો. તે બાદ તમારુ અને તમારી પત્નીનું આધાર કાર્ડ લઇને તહસીલના ખાદ્ય વિભાગના અધિકારીને આપો. તમારુ નામ પહેલાથી જોડાયેલા રાશન કાર્ડમાંથી હટાવી લો અને ફરી નવા રાશન કાર્ડ માટે અપ્લાય કરી દો.
પત્નીનું ઓનલાઇન પણ એડ કરાવી શકો છો નામ
જે રાશન કાર્ડ સાથે તમારુ નામ જોડાયેલુ છે અને તમારી પોતાની પત્નીનુ નામ પણ તે જ રાશનકાર્ડમાં જોડવાનું છે તો તમારે તમારી પત્નીના આધારમાં ફેરફાર કરાવા પડશે. તે બાદ પત્નીનું આધાર જન સુવિધા કેન્દ્ર પર જઇને જમા કરાવો અને ઓનલાઇન વેરિફિકેશન બાદ પત્નીનું નામ જોડાઇ જશે.