Get The App

અમદાવાદમાં CNG ના ભાવમાં કેટલો ઘટાડો થયો

Updated: Oct 18th, 2022

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં CNG ના ભાવમાં કેટલો ઘટાડો થયો 1 - image


-ATGL સરકારે ઘટાડેલા વેટ દરનો લાભ ગ્રાહકોને પહોંચાડશે

-18 ઑક્ટોબરથી CNGની કિંમતમાં 7.82 પ્રતિ કિલોગ્રામ સુધીનો ઘટાડો

અમદાવાદ,તા. 18 ઓક્ટોબર 2022, મંગળવાર 

ગુજરાતમાં ગેસની કિંમતોમાં સતત વધારો થતાં લોકોને મોઘવારીમાં ભારે ઝટકો લાગ્યો હતો, પરંતૂ અદાણી ટોટલ ગેસ ગુજરાત સરકારના CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને હોમ PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) પર વેટ 15% થી ઘટાડીને 5% કરવાના નિર્ણયને આવકાર્યો છે. 

આ નિર્ણયથી CGD (સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન) ઉદ્યોગને CNG અને હોમ PNGના ભાવમાં મધ્યસ્થી કરવામાં મદદ મળશે અને CNG તેમજ ઘરેલું ગેસ ગ્રાહકો પરનો બોજ હળવો થશે.

ગ્રાહક-પ્રથમ નીતિને અનુસરીને અદાણી ટોટલ ગેસે આ વેટ ઘટાડાનો સંપૂર્ણ લાભ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચાડશે. ગુજરાતના ગ્રાહકો માટે 18 ઑક્ટોબર 2022થી CNGની કિંમતમાં 7.82 પ્રતિ કિલોગ્રામ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

આ જ દિવસથી હોમ PNG ગ્રાહકોને પણ આ વેટ ઘટાડાનો સંપૂર્ણ લાભ મળશે. ગેસના ભાવમાં થયેલા આ ઘટાડાથી ગુજરાતમાં અદાણી ટોટલ ગેસના લાખો ગ્રાહકોને નોંધપાત્ર બચત થશે.

 શહેર

CNG ના ભાવ 17મી ઓક્ટોબર (. /કિગ્રા)

CNG ના ભાવ 18મી ઓક્ટોબર (. /કિગ્રા)

તફાવત

(. /કિગ્રા)

અમદાવાદ

86.9

79.34

7.56

વડોદરા

84.15

76.83

7.32

પોરબંદર

89.9

82.08

7.82

ખેડા

87.9

80.26

7.64

સુરેન્દ્રનગર

87.9

80.26

7.64

બરવાળા

87.9

80.26

7.64

નવસારી

87.9

80.26

7.64

ATGL દેશભરમાં 5.6 લાખથી વધુ ડોમેસ્ટિક ગ્રાહકો, 4 હજારથી વધુ વ્યાપારી ગ્રાહકો, 1800 ઔદ્યોગિક ગ્રાહકો અને 349 CNG સ્ટેશનોને PNG અને CNG અને સપ્લાય કરે છે.

Tags :