ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ ઊંચી પવન ચક્કી શરૂ થઈ!
ગૌતમ અદાણીની કંપનીની મોટી અજાયબી, 200 મીટર ઉંચી વિન્ડ ટર્બાઇન લગાવી
અમદાવાદ, તા. 4 નવેમ્બર 2022
ગુજરાત પહેલેથી જ વિન્ડ ટર્બાઈન અને સોલાર પાવરનું હબ રહ્યું છે. છેલ્લા એક દાયકામાં ગુજરાત સહિત ભારતભરમાં સોલાર અને વિન્ડ પાવરનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. ગૌતમ અદાણી પોતાનો બિઝનેસ ખૂબ જ ઝડપથી વિસ્તારી રહ્યા છે. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીનું સૌથી વધુ ભાર મુકી રહ્યાં છે.
ગૌતમ અદાણીની કંપનીએ એક ગજબ સિદ્ધિ હાંસલ કરી છે. અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝે 200 મીટર ઉંચી વિન્ડ ટર્બાઇન લગાવીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. અદાણી ગ્રુપે ગુજરાતના મુન્દ્રામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ ઉંચી વિન્ડ ટર્બાઈન સ્થાપી છે.
અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જણાવ્યું હતું કે દેશનું સૌથી મોટું વિન્ડ ટર્બાઇન જનરેટર ગુજરાતના મુંદ્રામાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેના બ્લેડ જમ્બો જેટ કરતા મોટા હોય છે. આ વિન્ડ ટર્બાઇન અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટાકંપની મુંદ્રા વિન્ડટેક લિમિટેડ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. આ 200 મીટર લાંબી વિન્ડ ટર્બાઇન 5.2 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે, જે લગભગ 4000 ઘરોને સપ્લાય કરી શકાય છે. તેના બ્લેડ 78 મીટર લાંબા છે.
પાવરની દ્રષ્ટિએ તે સૌથી મોટી વિન્ડ ટર્બાઇન છે. વિન્ડ ટર્બાઇન સેક્ટરમાં તાજેતરના વર્ષોમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. મુન્દ્રામાં અદાણી ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલ વિન્ડ ટર્બાઇન પોતાનામાં અનોખી છે. આ મશીન જર્મનીના વિન્ડ ટુ એનર્જી મોડલ પર વિકસાવવામાં આવ્યું છે. તે ન્યૂનતમ 3 મીટર પ્રતિ સેકન્ડ અને મહત્તમ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે કામ કરી શકે છે.
મુન્દ્રા વિન્ડટેક લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર મિલિંદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “મોડલને રેકોર્ડ 19 દિવસમાં એસેમ્બલ કરવામાં આવ્યું છે. તે ઇન્સ્ટોલ થઈ ગયું છે, હવે અમે સર્ટિફિકેટ માટે અરજી કરીશું.