Get The App

79 ગુના આચરનાર બધા ભોરા ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી

Updated: Jun 22nd, 2025

GS TEAM

Google News
Google News
79 ગુના આચરનાર બધા ભોરા ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી 1 - image

પોરબંદર, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં 

દારૂ, ખૂનની કોશિશ, રાયોટિંગ, ફરજમાં રૂકાવટ, સરકારી કર્મચારી પર હુમલા જેવા ગુના આચરનાર ગેંગ લીડર સહિત ૭ સામે કાર્યવાહી

પોરબંદર: પોરબંદર, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં દારૂ, ખૂનની કોશિશ, રાયોટિંગ, ફરજમાં રુકાવટ, સરકારી કર્મચારી પર હુમલા જેવા ૭૯ ગુના આચરનાર બધા ભોરા ગેંગ વિરૂધ્ધ પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરાઇ છે. આ ગેંગ દ્વારા દારૂનું વેચાણ કરી તેમાંથી કમાયેલા રૂપિયા દ્વારા ગુના આચરવામાં આવતા હતા.

પોરબંદર તથા આસપાસના જિલ્લાઓમાં સંગઠીત ગુના આચરતી ટોળકી વિરૂધ્ધમાં દાખલારૂપ કાર્યવાહી થવા સૂચના  અપાતા તેના અનુસંધાને મિયાણી મરીનના ગુનાના કામે અટક થયેલ આરોપી રાણપર ગામના બધા ભોરાભાઇ શામળા (ઉ.વ.૩૨) વિરૂધ્ધ અગાઉ દાખલ થયેલ ગુનાઓ અંગે તપાસ કરવામાં આવી હતી. ગેંગ લીડર બધા ભોરા તથા તેના સાગરીતો વિરૂધ્ધ પોરબંદર, દ્વારકા તથા જામનગર જિલ્લામાં તથા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં  કુલ-૭૯ ગુનાઓ નોંધાયા હોવાનું ખુલ્યું હતું. એ પૈકી ગે.કા. દેશી તથા વિદેશી દારૂના કુલ ૭૫ તથા ખુનની કોશીષ, સ્વેચ્છાપુર્વક વ્યથા, મહાવ્યથા, રાયોટીંગ, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ, રાજ્ય સેવક ઉપર હુમલા જેવા કુલ ૪ ગુનાઓ નોંધાયેલ છે.

ગેંગ લીડર બધા ભોરાભાઇ શામળા વિરૂધ્ધના કુલ- ૩૫ ગુનાઓ, ગેંગ સભ્ય અરજણ આલાભાઇ કોડીયાતર વિરૂધ્ધ કુલ- ૩૧ ગુનાઓ,મેરામણ ગોગનભાઇ કટારા વિરૂધ્ધ કુલ- ૧૧ ગુનાઓ, કરમણ જગાભાઇ કોડીયાતર વિરૂધ્ધ  કુલ- ૧૧ ગુનાઓ, ધાના આલાભાઇ કોડીયાતર વિરૂધ્ધ કુલ- ૯ ગુનાઓ, પોપટ પાલાભાઇ હુણ વિરૂધ્ધ કુલ- ૮ ગુનાઓ, ગેંગ સભ્ય વેજા ભોરાભાઇ શામળા વિરૂધ્ધ કુલ- ૭ ગુનાઓ નોંધાયા છે.

બધા ભોરા ગેંગે પોરબંદર તથા આસપાસના જિલ્લાઓમાં  ગે.કા. વિદેશી દારૂની હેરફેરની પ્રવૃત્તિમાંથી કમાયેલ નાણાના ઉપયોગથી અન્ય ગુનાઓ આચરી પ્રજામાં ભયનો માહોલ ઉત્પન્ન કરેલ. સંગઠીત ગુના આચરતી આ ટોળકીને અંકુશમાં લેવા તથા કાયદાનો પાઠ ભણાવવા આ ગેંગ સામે પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જ દ્વારા ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ-૨૦૧૫ અન્વયે ગુનો દાખલ કરવા મંજુરી અપાતા કમલાબાગ પો.સ્ટે. ખાતે પો.ઇન્સ. એ સરકાર તરફે ગુનો નોંધાવ્યો હતો. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા આગળની તપાસ પોરબંદર શહેર મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.ને સોંપવામાં આવેલ છે.