Gujarat

જામનગરમાં રંગમતી નદીના પટમાંથી વધુ 29 દબાણો દૂર કરવા કાર્યવાહી

By GS TEAM
17 Jun 20251 min read
જામનગરમાં રંગમતી નદીના પટમાંથી વધુ 29 દબાણો દૂર કરવા કાર્યવાહી

રંગમતી- નાગમતી નદીમાંથી દબાણો દૂર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં

અંદાજે 20 કરોડની કિંમતની એકાદ લાખ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવા માટે 60થી વધુનો સ્ટાફ કામે લાગ્યો

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી- નાગમતી નદીના દબાણો ને ખુલ્લા કરાવવા માટેની કામગીરી અંતિમ તબક્કામાં છે. ત્યારે મારું કંસારા હોલ પાછળના ભાગમાં રંગમતી નદીના પટમાં ખડકાયેલા ૨૯ જેટલા દબાણોને દૂર કરવા માટે આજે વરસતા વરસાદે પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનરના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ શાખા, ઉપરાંત ફાયર બ્રિગેડ, લાઈટ શાખા, ટી.પી.ઓ. બ્રાન્ચ સહિતની ૬૦ થી વધુના સ્ટાફની ટુકડી કામે લાગી હતી. જેના માટે એક હિટાચી મશીન, ત્રણ જેસીબી મશીન, ૬ થી વધુ ટ્રેક્ટર ને કામે લગાડવામાં આવ્યા હતા, અને ૨૯ જેટલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં રહેણાંક મકાનો ઉપરાંત કેટલાક વાડા બાંધવામાં આવ્યા હતા. જે આજે તમામ તોડી પાડવામાં આવી રહ્યા છે.

 અંદાજે એકાદ લાખ ફૂટલી ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે, જેની બજાર કિંમત અંદાજે ૨૦ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. જે આખરી કામગીરી આજે ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે આટોપી લેવામાં આવી હતી. સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ મદદમાં રહ્યો હતો.