બિલ્ડિંગ યુઝ પરમીશન-ફાયર એન.ઓ.સી.ને લઈ કાર્યવાહી, અમદાવાદમાં ૧૬ હોસ્પિટલ,૨ બેન્કવેટ હોલ,૧૦ શૈક્ષણિક યુનિટ સીલ

અમદાવાદ,બુધવાર,3
ડિસેમ્બર,2025
અમદાવાદમાં ૫૦ કે તેથી વધુ વ્યકિત ભેગા થતા હોય તેવા
બિલ્ડિંગોમાં પીરયોડીક ઈન્સપેકશન અંગે રાજય સરકારના હુકમ પછી બુધવારે શહેરના વિવિધ
વિસ્તારમાં બિલ્ડિંગ યુઝ તથા ફાયર એન.ઓ.સી.ને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી
કાર્યવાહી કરવામા આવી હતી.દિવસાંતે ૧૬ હોસ્પિટલ, ૨ બેન્કવેટ હોલ અને ૧૦ શૈક્ષણિક યુનિટ સહિત કુલ ૨૮ યુનિટ
સીલ કરાયા હતા.સીલ કરાયેલા યુનિટમાં સાઉથ બોપલની સફલ તથા મમતા હોસ્પિટલ ઉપરાંત
ચાંદખેડાના યશ ફૂડ તથા ઓનલી ઢોસા બેન્કવેટ હોલને સીલ કરાયા હતા.ફુડ કોર્ટ,રેસ્ટોરન્ટ,ગેમીંગ ઝોન તથા
પ્રિ-સ્કૂલ મળીને ૪૪૬ યુનિટોને નોટિસ
ફટકારાઈ હતી.
અમદાવાદના તમામ સાત ઝોનમાં વિવિધ પ્રકારની કેટેગરીમા વપરાશમાં
લેવાતા બિલ્ડિંગોમાં એસ્ટેટ ઉપરાંત ફાયર વિભાગ સહિતના અન્ય વિભાગ દ્વારા તપાસ હાથ
ધરવામા આવી હતી.આ પૈકી ગેમીંગ ઝોનના વપરાશના બાંધકામો, સિનેમા,મલ્ટીપ્લેકસના
વપરાશના બાંધકામો, ફૂડ
કોર્ટ, રેસ્ટોરન્ટ, બેન્કવેટ તથા
કોમ્યુનિટી હોલ, ટયુશન
કલાસીસ, શોપીંગ
મોલના વપરાશના બાંધકામોના વપરાશકર્તાઓ પાસેથી વિગત મેળવવામા આવી હતી.આ તમામ બાંધકામ અધિકૃત છે કે
કેમ , બી.યુ.પરમીશન
કે ફાયર એન.ઓ.સી. છે કે કેમ તેવા તમામ મુદ્દાઓની ચકાસણી પછી અલગ અલગ વિસ્તારમા
કાર્યરત એવા કુલ ૨૮ યુનિટને સીલ કરવામા આવ્યા હતા.આ કામગીરી ઝૂંબેશના રુપમાં ચલાવાશે.
કઈ હોસ્પિટલો સીલ
નામ વિસ્તાર
નૌશીન જુહાપુરા
મુસ્કાન
મકતમપુરા
રીયાઝ
મકતમપુરા
સાચોરા જુહાપુરા
હેપ્પીનેસ્ટ
જુહાપુરા
સફલ બોપલ
મમતા બોપલ
આસના બોપલ
દેવપુષ્પ સરખેજ
દ્વારિકા બોપલ
જીવનધારા ઠકકરનગર
અંકુર
રખિયાલ
પુજા ન્યુ નરોડા
ન્યૂ લાઈફ મણિનગર
જગમોહન નવરંગપુરા
સ્કૂલ-પ્રિ-સ્કૂલ
નામ
વિસ્તાર
શાંતિ જુનિયર
સહજાનંદ વિદ્યાલય સામે
મારૃતિ પ્રાથમિક
બાપુનગર
પોદાર જમ્બો નારણપુરા
લિટલ મિલેનીયમ
ચાંદખેડા
લિટલ એન્જેલસ વસ્ત્રાપુર
ઝેબાર અર્લી ઈયર્સ મોકા ક્રોસ રોડ
જે.કે. આંબલી
એકસપર્ટ કિડસ વસ્ત્રાપુર
કયા યુનિટને કેટલી નોટિસ ફટકરાઈ
-ટયૂશન
કલાસીસ કુલ-૯૦૯
-બી.યુ.પરમીશન
કુલ-૧૩૫
-ગૃડા
હેઠળ અરજી કુલ-૦૪
-નોટિસ
અપાઈ કુલ-૫૬
------------------
બેન્કવેટ,કોમ્યુનિટી
હોલ -૨૩૪
-બી.યુ.પરમીશન
કુલ-૧૭૧
--ગૃડા
હેઠળ અરજી કુલ-૧૩
-નોટિસ
અપાઈ કુલ-૫૦
-----------------------
ફૂડ કોર્ટ,રેસ્ટોરન્ટ
-૪૦૮
-બી.યુ.પરમીશન
કુલ-૨૬૧
--ગૃડા
હેઠળ અરજી કુલ-૦૫
-નોટિસ
અપાઈ કુલ-૧૪૨
-------------------------
ગેમ ઝોન-૩૫
-બી.યુ.પરમીશન
કુલ-૩૫
--ગૃડા
હેઠળ અરજી કુલ-૧૫૪
-નોટિસ
અપાઈ કુલ-૫૬
------------------------
શોપીંગ મોલ,સુપર
માર્કેટ-૬૨
તમામ પાસે બી.યુ.પરમીશન છે
હેતુ બદલાશે તો બી.યુ.રદ કરાશે
અમદાવાદમા કોઈ પણ એકમ પાસે બી.યુ.પરમીશન હશે જે ચોકકસ હેતુ
માટે જ વપરાશ કરી શકાશે.હેતુ બદલાશે તો બી.યુ.પરમીશન રદ કરાશે.









